________________
( ૧૧૪૯)
अल्पानामपि कस्तूनां, संहतिः कार्यसाधिका । तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः ॥ ६ ॥
નાની વસ્તુને પણ સમૂહ એકત્ર થવાથી તે કાર્યને સાધનાર થાય છે, જેમકે ઘણું ઘાસનાં તરણુ ભેગાં થઈ દેરડાપણાને પામે તે તેનાવડે મદોન્મત્ત હાથીઓ પણ બંધાય છે. ૬.
मातृपित्रातुराचार्यातिथिमततपोधनैः ।। वृद्धवालावलावैद्यापत्यदायादकिङ्करैः ॥७॥ श्वशुराश्रितसम्बन्धिवयस्यैः सार्धमन्वहम् । वाग्विग्रहमकुर्वाणो विजयते जगत्रयम् ॥८॥
વિચિત્રાસ, કાર ૮, ર૦ ૨૨૨, ૨૩૨. માતા, પિતા, માંદે માણસ, આચાર્ય–ગુરુ, પરે, શેઠ, તપસ્યા કરનાર વ્યક્તિ, ઘરડો થયેલ માણસ, બાળક, સ્ત્રી, વૈઘ, છોકરાં, પિત્રાઈ, કરચાકર, સસરે, પોતાના આશ્રયે રહેનાર, પિતાના સંબંધી અને મિત્રે ઃ આટલાં માણસે સાથે જે કદી પણ વાણીવડે કલહ કરતે નથી (તેમની સાથે સંપીને રહે છે) તે પુરુષ ત્રણે જગને જીતી લે છે. (એટલે કે આ પ્રમાણે સંપથી રહેનારને ત્રણે જગતમાં કોઈ પણ સતાવી શકતું નથી) ૭-૮.