________________
A .
:
શેર ( ૮૧ )
પ્રેમનાં લક્ષણ –
ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति । भुङ्क्ते भोजयते नित्यं, पइविध प्रीतिलक्षणम् ॥ १ ॥
જન્નત. પ્રસંગે દ્રવ્યાદિક આપે અને ગ્રહણ કરે, ગુપ્ત વાત કહે અને પૂછે તથા નિત્ય જમે અને જમાડેઃ આ છ પ્રીતિનાં લક્ષણ છે. ૧. સાચો પ્રેમ –
प्रेम सत्यं तयोरेद, ययोर्योगवियोगयोः । वत्सरा वासरीयन्ति, वत्सरीयन्ति वासराः ॥२॥
જેમના વરસો સાગ વખતે દિવસ જેવા જતા હેયદિવસની જેમ શીધ્ર પસાર થતા હોય અને વિયોગને વખતે દિવસ પણ વરસ જેવા જતા હોય તેમને જ પ્રેમ સત્ય છે. ૨.
मनुष्येभ्यो वरो मत्स्यः, सत्यस्नेहप्रपालकः । यद्यम्बोः क्रियते भिन्नस्तदात्मानं विमुश्चति ॥ ३ ॥
સત્ય સ્નેહને પાલન કરનાર મત્સ્ય પણુ મનુષ્ય કરતાં સારે છે, કેમકે જ્યારે તે જળથી જૂદે કરાય છે ત્યારે તે પોતાના આત્માને છોડી દે છે-મરણ પામે છે. ૩.