________________
પ્રશંસા (૧૨) છે
કરી છે સ્વ-પર-પ્રશંસા –
दृश्यन्ते बहवो लोकाः, कुर्वन्तः स्वप्रशंसनम् । तादृशो विरलाः स्युर्ये, कुर्वन्तोऽन्यप्रशंसनम् ॥१॥
| મુનિ હિમાંશુષિા. પોતાની પ્રશંસા કરનારા લોકે ઘણું દેખાય છે, જ્યારે તેવા માણસે થોડા જ છે કે જેઓ બીજાની પ્રશંસા કરતા હોય. ૧.
धर्मार्थोऽयमारम्भः, कि तत्रात्मविकत्थनैः । परात्मनिन्दास्तोत्रे हि, नाद्रियन्ते मनीषिणः ॥ २॥
આ આરંભ-ઉત્સવ-ધર્મને માટે કરેલો છે, તેમાં પોતાના વખાણ કરવાથી શું ફળ છે? કારણ કે ડાહ્યા પુરુષો બીજાની નિંદા અને પોતાની શ્લાઘા કરવામાં આદર કરતા નથી. ૨. સ્વપ્રશંસા નિરર્થક – परप्रणीता हि गुणा यशस्कराः,
स्वयं प्रणीता न भवन्ति कीर्तये । न सौख्यसौभाग्यकरा भवन्ति ते,
___ स्वयं गृहीतौ युवतीकुचाविव ॥ ३ ॥ બીજાઓએ વર્ણન કરેલા ગુણે યશને કરનાર થાય છે, (પણ) તે જે પોતે જ વર્ણન કરે તે તે કીર્તિને માટે થતા નથી, તેમજ તે સુખ અને સૌભાગ્યને કરનારા થતા નથી. જેમકે કાઈ જી પતે પિતાના કુચને ગ્રહણ કરે–દબાવે–તે તેથી તેને કાંઈ પણ સુખ થતું નથી. ૩.