________________
( ૧૧૮૨) સુભાષિત-પદ્ય-રત્નાકર પિષણ કરે-નભાવ એગ્ય છે, કેમકે જે વસ્તુ ઉપાડીને પછી ફેંકી દેવી તે લજજા કરનાર થાય છે, અને ભૂમિ પર રહેલાને પડવાનો ભય જ રહેતું નથી. ૮. પ્રેમ નભાવવાનો ઉપાય –
इच्छेचेद्विपुलां प्रीति, त्रीणि तत्र न कारयेत् । वाग्वादमर्थसम्बन्धं, तत्पत्नीपरिभाषणम् ।। ९ ।।
જે મનુષ્ય જેની સાથે અત્યંત પ્રીતિને ઈચ્છતે હેય તે મનુષ્ય તેની સાથે વચનવડે વાદવિવાદ, ધનને સંબંધ ( લેવડદેવડ) અને તેની સ્ત્રી સાથે વાતચીતઃ આ ત્રણ બાબત કરવી નહીં. ૯, પ્રેમનું ફળ – क्वेन्दोमण्डलमम्वुधिः क्व च रविः पनाकरः क्व स्थितः, क्वाभ्राः सन्ति मयूरपङ्क्तिरमला क्यालिः क्ष वा मालती? । हंसानां च कुलं का दूरविषये क्यास्ते सरो मानसं, यो यस्याभिमतः स तस्य निकटे दूरेऽपि सन् वल्लभः ॥१०॥
ચંદ્રમંડળ ક્યાં રહેલું છે અને સમુદ્ર કયાં રહેલું છે? સૂર્ય કયાં રહે છે અને કમળાકર (કમળનું વન) કયાં રહેલું છે? વાદળાં કયાં છે અને નિર્મલ મોરની શ્રણિ કયાં છે? ભમરા કયાં છે અને માલતી કયાં છે? હંસને સમૂહ કયાં અને દર દેશમાં રહેલું માનસ સરોવર કયાં? આ સર્વ ઘણે દર રહેલાં છે તે પણ તેમને પ્રીતિ છે. માટે જે જેને પ્રિય હોય તે તેની પાસે હોય કે દર હોય તે પશુ વલ્લભ જ હોય છે. ૧૦.