________________
વિશ્વાસ (૮૨ )
જ્ઞ % વિશ્વાસ મહિમા –
न बध्यन्ते ह्यविश्वस्ता बलिष्ठैरपि दुर्बलाः । विश्वस्तास्तु प्रवध्यन्ते, दुर्बलैर्बलिनोऽपि हि ॥१॥
જૈનપતજ, g૦ ૨૪, ૦ ૮૮ કેઈને પણ વિશ્વાસ નહીં કરનારા પ્રાણીઓ દુર્બળ હોય તે પણ તેમને બળવાન પ્રાણીઓ બાંધી શકતા નથી. અને વિશ્વાસુ પ્રાણીઓ બળવાન હોય તે પણ તેમને દુર્બળ પ્રાણીઓ પણ બાંધી શકે છે. (એટલે કે પરસ્પર વિશ્વાસ પેદા થયા પછી પ્રાણીને કોઈને પણ આધીન થવામાં જરા પણ સંકેચ થતું નથી. વિશ્વાસની દુનિયામાં પ્રાણ બળવાન અને નિર્બળને ભેદ ભૂલીને એક બીજા સાથે મળી જાય છે, કારણ કે પોતાનું ભલું થવાની તેને પૂરેપૂરી ખાત્રી હોય છે. એટલે કેઈને પણ વશ કરવામાં વિશ્વાસ સર્વોત્તમ ઉપાય છે) ૧. કેનો વિશ્વાસ ન કરો -
नखिनां च नदीनां च, शृङ्गिणां शस्त्रपाणीनाम् । विश्वासो नैव कर्तव्यः, स्त्रीषु राजकुलेषु च ॥ २॥
વૃદ્ધરાજનીતિ, ૩૦ , ૦ ૨૧. નખવાળા ( સિંહાદિક) પ્રાણુઓને, નદીને, શીંગડાવાળા પ્રાણીઓને, શસ્ત્રધારી મનુષ્યને, ખીઓને અને રાજકુટુંબને વિશ્વાસ ન જ કરવું જોઈએ. (કારણ કે તે કયે વખતે શું કરી બેસે તેને રસ નથી હોત). ૨.