________________
( ૧૧૧૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
કાર્યસિદ્ધિ-ઉપાય
इन्द्रियाणि च संयम्य, बकन्तु पण्डितो नरः । देशकालबलं ज्ञात्वा, सर्वकार्याणि साधयेत ॥ १९ ॥
રાજયનીતિ. ૪૦ ૬ ૦ ૨૭. ઈદ્રિયોને નિયમમાં રાખી બગલાની જેમઈદ્રિયોને વશમાં રાખીને પંડિત માણસે દેશ, કાળ અને બળને જાણને સર્વ કાર્યો સાધવો. (કઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આ સર્વને વિચાર કરી કાર્ય કરે તે તે સિદ્ધ થાય છે.) ૧૯.
तत्किञ्चिदष्टभिर्मासैः, कार्य कर्म विवेकिना । एकत्र स्थीयते येन, वर्षाकाले यथासुखम् ॥ २० ॥
વિવાર, ડટ્ટાર ૭, ૭ ૩૨. વિવેકી પુરુ આઠ માસમાં એવું કઈક કર્મ કરવું કે જે કર્મ કરવાથી વર્ષાકાળના ચાર માસ સુધી એક ઠેકાણે સુખપૂર્વક રહી શકાય. (મતલબ કે આખા વર્ષમાં એકાદ પણ સત્કાર્ય થઈ જાય તે આખું ચતુર્માસ આનંદપૂર્વક પસાર કરી શકાય છે.) ૨૦. દુષ્કાર્ય ફળ
अकृताखण्डधर्माणां, पूर्वजन्मनि जन्मिनाम् । सापदः परिपच्यन्ते, गरीयस्योऽपि सम्पदः ॥ २१ ।।
नलविलास नाटक જેઓએ પૂર્વ જન્મમાં અખંડિત એટલે નિરંતર ધર્મ ન કર્યો હોય તે મનુષ્યની મેટી સંપદાઓ પણ આપત્તિ સહિત જ પરિપાક પામે છે એટલે કે મેટી સંપદાઓ પ્રાપ્ત થઈ હોય તે પણ તેમને વચ્ચે વચ્ચે કષ્ટ આવ્યા જ કરે છે. ૨૧.