________________
( ૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
આરિસામાં પ્રતિબિંબિત થયેલા અક્ષરો સવળા હોય તે ઊંધા દેખાય છે અને ઊંધા હોય તે સવળા દેખાય છે, તેમ મૂઢ માણસ દુઃખકર વિષને સુખકર અને સુખકર વ્રતાદિકને દુઃખકર માને છે. ) ૬. દુઃખમાં સારું પણ ખોટું થાય:
आपदामापतन्तीनां, हितोऽप्यायाति हेतुताम् । मातृजवा हि वत्सस्य, स्तम्भा भवति बन्धने ।। ७ ।।
હિતાવળ, મિત્રામ, ગોળ રૂ. આપત્તિ આવવાની હોય ત્યારે હિતકારક પુરુષ પણ તેનું કારણે થાય છે, કારણ કે વાછરડાને બાંધતી વખતે તેની માતાને (ગાયને) પગ જ ખીલારૂપ થાય છે. (દેતી વખતે ગાયને પગે વાછરડાને બાંધવામાં આવે છે.) ૭. દુઃખ કોને કહેવું –
सुहृदि निरन्तरचित्ते, गुणवति भृत्येऽनुवर्तिनि कलत्रे । स्वामिनि शक्तिसमेते, निवेद्य दुःखं सुखी भवति ॥ ८॥
તૈનાચત, g૦ ૨, ૨૦૧૭* અંતર રહિત-ભેદભાવ રહિત ચિત્તવાળા મિત્રની પાસે, ગુણવાન ચાકરની પાસે, અનુકૂળતાવાળી સ્ત્રીની પાસે અને શક્તિવાળા સ્વામીની પાસે મનુષ્ય પોતાનું દુઃખ નિવેદન કરી સુખી થાય છે. ૮.