________________
(૧૧૪૦) સુભાષિત-પદ્ય-રત્નાકર જાય છે. કઠોર એ પણ ચંદ્રકાંત મણિ શું ચંદ્રનાં કિરણના સંગથી જળને નથી મૂકતે? ( અર્થાત્ ચંદ્રના કિરણથી ચદ્રકાંત મણિમાંથી પાણી ઝરે છે–એટલે તે કોમળ થાય છે.) ૧૩.
लब्धुं बुद्धिकलापमापदमपाकर्तुं विहर्तुं पथि, प्राप्तुं कीर्तिमसाधुतां विधुक्तुिं धर्म समासेवितुम् । रोद्धं पापविपाकमाकलयितुं स्वर्गापवर्गश्रियं, चेचं चित्त ! समीहसे गुणवता सङ्गं तदङ्गीकुरु ॥१४॥
सिन्दुरप्रकरण, श्लो० ६७ હે ચિત્ત ! જે તારે બુદ્ધિના સમૂહને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, આપત્તિને દૂર કરવાની ઈચ્છા હોય, સજજનને માર્ગે ચાલવાની ઈચ્છા હોય, કીર્તિ મેળવવાની ઈચ્છા હોય, દુષ્ટપણને ત્યાગ કરવાની ઇરછા હેય, ધર્મ સેવવાની ઈચ્છા હય, પાપને ઉદય રોકવાની ઈચ્છા હોય અને સ્વર્ગ–મોક્ષની લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તે તું ગુણવાનના સંગને અંગીકાર કર. ૧૪.
यदि सत्सङ्गनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ १५ ॥
પરિવુ, વૃ૦ રૂ. જે તું સત્સંગમાં તત્પર થઈશ તે તું સારે થઈશ-સદ્ગતિ પામીશ, અને જે અસપુરુષની ગોષ્ઠીમાં પણ તે નીચે પડીશ એટલે નરકે જઈશ. ૧૫.