________________
(૩૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર ઉત્તમ ગુણીજનને સંગ કર્યો હોય તે તે દુબુદ્ધિને હરે છે, મેહને ભેદી નાંખે છે, વિવેકીપણાને કરે છે, પ્રીતિને આપે છે, નીતિને ઉત્પન્ન કરે છે, ગુણના સમૂહને આપે છે, યશને વિસ્તારે છે, ધર્મને ધારણ-સ્થાપન કરે છે અને દુર્ગતિને નાશ કરે છે. મનુષ્યના કયા કયા ઇછિત પદાર્થને તે ઉત્પન્ન નથી કરત? સર્વ ઈષ્ટ વસ્તુને ઉત્પન્ન કરે છે. ૮.
तृष्णां छिन्ते शमयति मदं ज्ञानमाविष्करोति, नीति सूते हरति विपदं सम्पदं सचिनोति । पुंसां लोकद्वितयशुभदा सङ्गतिः सज्जनानां, किंवा कुर्यान फलममलं दुःखनिःशदक्षा ॥ ९ ॥
सुभाषितरत्नसन्दोह, श्लो० ४६०. આ ભવ અને પરભવમાં શુભને આપનારી સજજનેની સંગતિ તૃષ્ણાને છેદે છે, મદને-ગર્વને શમાવે છે, જ્ઞાનને પ્રગટ કરે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિપત્તિને હરે છે તથા સંપત્તિને એકઠી કરે છે. અથવા તે દુઃખને નાશ કરવામાં નિપુણ એવી સત્સંગતિ કયું નિર્મળ ફળ ન આપે ? સર્વ શુભ ફળ આપે છે. ૯. કેને સંગ કરે –
शुभोपदेशदातारो वयोवृद्धा बहुश्रुताः । कुशला धर्मशास्त्रेषु, पयुपास्या मुहुर्मुहुः ॥ १० ॥
विवेकविलास. उल्लास ८, श्लो० ३९८. શુભ ઉપદેશ આપનારા, વૃદ્ધાવસ્થાવાળા, બહુશ્રુત-ઘણું