________________
( ૧૧૨૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
આ સંસારમાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી દેષ રહિત દેખાતા નથી, તેમ જ ગુણ રહિત પણ દેખાતા નથી, તે પછી હું ડાહ્યા પુરુષ! તમે દેને ઢાંકે અને ગુણેને પ્રકટ કરે. ૩. દરેકમાં દોષ હોય જ –
शशिनि खलु कलङ्कः कण्टकं पद्मनाले,
जलधिजलमपेयं पण्डित निर्धनत्यम् । दयितजनवियोगो दुर्भगत्वं सुरूपे, धनपतिकपणत्वं रत्नदोषी कृतान्तः ॥ ४ ॥
પરિ , ૨૭, રોગ ૨૭. ચંદ્ર સૌમ્યાદિક ગુણ સહિત છે છતાં તેમાં કલંકરૂપ દેષ છે, કમળનું નાળ સુગંધાદિક ગુણવાળું છે છતાં તેમાં કાંટારૂપ દોષ છે, સમુદ્રમાં ઘણું જળ છે પરંતુ તે પીવા લાયક નથી, પંડિતને વિષે વિદ્વત્તાદિક ગુણ છે પરંતુ તે નિધન હોય છે, પ્રિયજન હિતકર વગેરે ગુણવાળા હોય છે પરંતુ તેને વિયેગ થાય છે, માણસ સુંદર રૂપવાળો હોય છે પરંતુ તે દુર્ભાગી હોય છે, ઘણા ધનને સ્વામી હોય છે પરંતુ તે લેભી હોય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કેદેવ રત્નને વિષે કાંઈક પણ દેષ મૂકે જ છે. ૪.