________________
સુખ
( ૧૧૨૫ )
મનુષ્ય પોતાનું મુખ તરશવડે સૂકાય છે ત્યારે સ્વાદિષ્ટ અને સુગંધી જળ પીએ છે, ભૂખથી પીડા પામે છે ત્યારે શાક વગેરે સહિત ભાત વગેરેને ખાય છે તથા કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થાય છે ત્યારે સ્ત્રીને ગાઢ આલિંગન કરે છે. આ સરકારને આ સર્વ વાસ્તવિક રીતે જોતાં વ્યાધિને પ્રતીકાર (ઉપાય) જ છે, તેને મૂઢ માણસ સુખરૂપે માને છે તે તેની બુદ્ધિને વિપર્યાય છે–વિપરીત બુદ્ધિ છે. ૫. સુખદુઃખ અસ્થાયી – ये वर्धिताः करिकपोलमदेषु भृङ्गाः,
प्रोत्फुल्लपङ्कजरजःसुरभीकृताङ्गाः ।। ते साम्प्रतं विधिवशाद् गमयन्ति कालं, नि बेषु चार्ककुसुमेषु च देवयोगात् ॥ ६ ॥
વાગત (માતૃકાર), છત્તાં રૂ. વિકસ્વર કમળની રજવડે જેના શરીર સુગંધી કરાયાં છે એવા જે ભમરાઓ હાથીના ગંડસ્થળના મદજળને વિષે વૃદ્ધિ પામ્યા છે તે ભમરાઓ હાલમાં વિધિના વશથી લીબડા અને આકડાનાં પુણોને વિષે રહીને કાળને નિર્ગમન કરે છે ( કારણ કે સુખ કે દુઃખ સ્થિર હોતું નથી. ). ૬. करभदयिते ! यत्तत्पीतं मुदुर्लभमेनदा,
मधु वनगतं तस्यालाभे विरोपि किमुत्सुका ? ।