________________
શરીર
( ૧૦૯૧)
શરીરઃ ધર્મસાધન ઉપાય
रूपं तु धर्मस्य न साधनं हि, ___ मतं शरीरं मुनिभिः परन्तु । कुरूपभाजो बहवोऽपि लोका अनुत्तरं सिद्धिपथं प्रजग्मुः ॥ ४ ॥
ધર્મવિયોગમાઢા, એ. રૂ. રૂપ એ ધર્મનું મુખ્ય સાધન નથી, પરંતુ મુનિઓએ શરીરને જ ધર્મનું સાધન માનેલ છે ( અર્થાત્ શરીરથી તપઅનુષ્ઠાનાદિ કરી આત્મકલ્યાણ (ધમ ) કરી શકાય છે.), કારણ કે ખરાબ રૂપવાળા એવા ઘણા ય માણસે થયા છે કે જેઓ ( શરીરદ્વારા તપ કરી) અનુત્તર એવા મોક્ષના માર્ગે ગયા છે. ૪. શરીરઃ સુખદુઃખનું કારણ शरीरमेवायतनं मुखस्य,
दुःखस्य चाप्यायतनं शरीरम् । यद्यच्छरीरण करोति कर्म, तेनैव देही समुपाश्नुते तत् ॥ ५ ॥
મહામાત, શાતિપર્વ, ૩૦ ૨૭રૂ, સ્કા. રર. સુખ ભેગવવાનું સ્થાન શરીર જ છે, અને દુઃખ ભેગવવાનું સ્થાન પણ શરીર જ છે. પ્રાણ (જીવ) શરીરે કરીને જે જે કામ કરે છે, તે કર્મનું ફળ તે જ શરીરવડે જીવ ભગવે છે. પ.