________________
( ૧૧૦૩)
ભજે છે. જેની જેવી સ્વભાવથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ હોય તેવી જ તે રહે છે, તેને કઈ પણ તજી શકતું નથી. પ. कर्पूरधूलीरचितालबालः, कस्तूरिकाचर्चितदोहदश्रीः ।। कश्मीरनीरैरभिषिच्यमानः, प्राच्यं गुणं मुश्चति किं पलाण्डुः॥६॥
ડુંગળીને કયારે કપૂરની ધૂળને કર્યો હોય, કસ્તૂરીથી તેના દેહલા પૂર્ણ કર્યા હોય અને તેને કેસરનું પાણી પાવામાં આવ્યું હોય તે પણ તે ડુંગળી પોતાના પ્રથમના ગુણ-દુર્ગધને શું મૂકી દે છે?-જાતિસ્વભાવ જતું જ નથી. ૬. લેકસ્વભાવ : નવનવગુણરાગી – प्रथमदिवसचन्द्रः सर्वलोकैकान्द्यः,
मच सकलकलाभिः पूर्णचन्द्रो न वन्द्यः । अतिपरिचयदोषात् कस्य नो मानहानि
नवनवगुणरागी प्रायशः सर्वलोकः ॥७॥ પ્રથમ દિવસ(બીજ)ના ચંદ્રને બધા લોકે પ્રણામ કરે છે જ્યારે તે જ ચંદ્ર બધી કળાઓવડે યુક્ત હોય તે પણ (પુનમના દિવસે) કે તેને પ્રણામ કરતા નથી. અતિપરિચયના દોષથી તેના માનની હાનિ નથી થતી ? કારણ કે ઘણું કરીને બધા લોકો ( ને રવાભાવ) જ એવા હોય છે કે તે નવા નવા ગુરુ પ્રત્યે પ્રેમ દર્શાવે છે. ૭.