________________
દેવપૂજા
(१०४३)
જે પ્રાણું હમેશાં ત્રણે કાળ પુષ્પવડે નિંદ્રની પૂજા કરે છે તે પ્રાણીને દેવેંદ્ર, નરેન્દ્ર અને ચક્રવર્તી વગેરેની લક્ષ્મી શીઘ વશ થાય છે. ૧૩.
जिनार्चाकारकाणां न, कुजन्म कुगतिर्न च । न दारिद्यं न दौर्भाग्य, न चान्यदपि कुत्सितम् ॥१४॥
विषष्टिः, पर्व १०, स.११, श्लो० ३७८. જિનેશ્વરની પૂજા કરનારા પ્રાણીઓને કુજન્મ, મુગતિ, દારિદ્ર, દુર્ભાગ્ય અને બીજું કાંઈ પણ કુત્સિત-નિંદિત હેતું નથી. ૧૪. पापं लुम्पति दुर्गति दलयति व्यापादयत्यापदं,
पुण्यं सञ्चिनुते श्रिय वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निईतिं च रचयत्यर्चाहतां निर्मिता ॥१५॥
सिन्दुरप्रकरण, श्लो० ९. જે જિનેશ્વરની પૂજા કરી હોય તો તે પાપને લેપ કરે છે, દુર્ગતિને દળી નાંખે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને એકત્ર કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, નીરોગપણને પુષ્ટ કરે છે, સૌભાગ્યને કરે છે, પ્રીતિને પલ્લવિત કરે છે, યશને ઉત્પન્ન કરે છે, સ્વર્ગને આપે છે અને મોક્ષને રચે છે. ૧૫. स्वर्गस्तस्य गृहाङ्गणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा,
सौभाग्यादिगुणावलिविलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवं करतलक्रोडे लुठत्यञ्जसा, यः श्रद्धाभरभाजनं जिनपतेः पूजां विधत्ते जनः ॥१६॥
सिन्दूरप्रकरण, श्लो. १०.