________________
( ૧૦૭૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે કે કોઈની વાણું કમળ અને રમણીય હોય તે પણ જે તે અસરલ એટલે વક્રોક્તિવાળી હય, અસ્પષ્ટ એટલે ગૂઢ અર્થવાળી હોય, અત્યંત ચતુરાઈભરેલી હોય અને ચવિતાક્ષરા એટલે અક્ષરો ચાવી ચાવીને બોલેલી હોય તે તેવી વાણી કઠેર જ કહેવાય છે. ૨૩. અસમય વચન ફી: –
अप्राप्तकालं वचनं, बृहस्पतिरपि ब्रुवन् । न केवलमसम्मानं, विप्रियत्वं च गच्छति ॥ २४ ॥
નાશતત્ર, પૃ. ૭, ૦ ૨૩.* સમયને અગ્ય વચન બોલનાર કદાચ બૃહસ્પતિ હોય તે પણ તે કેવળ અસન્માનને પામે છે એટલું જ નહીં પરંતુ અપ્રિયપણાને પણ પામે છે, તેથી સમયને ઉચિત વચન બોલવું સારું છે. ૨૪. યોગ્ય વચન ફળ –
हितं मितं प्रियं काले, वश्यात्मा यो हि भाषते । स याति लोकानाहादहेतुभूतान्नृपाक्षयान् ॥ २५ ॥
વિષ્ણુપુરાણ, શ , ગ . હે રાજા ! પિતાના આત્માને વશ રાખનાર જે પુરુષ અવસરે હિતકારક, પરિમિત ( કામ જેટલું થોડું) અને પ્રિય વચન બોલે છે તે પુરુષ આનંદ આપવાના હેતુભૂત