________________
( ૧૦૫ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર
યુક્ત મનહર નાગપુષ્પનાગરવેલનું પાન, તાંબાના પાત્રમાં મંદ કાંતિવાળા અગ્નિ ઉપર પકાવેલી ઘણુ ઘીવડે યુક્ત લાપશીઃ આ સર્વ પદાર્થ હેમંત ઋતુમાં ધન્ય પુરુષે ખાય છે. ૧૮.
शरदि यज्जलं पीतं, यद्भुक्तं पौषमाघयोः । ज्येष्ठापाढे च यत्सुप्तं, तेन जीवन्ति मानवाः ॥१९॥
શકાતા, મા ૨, પૃ. ૨૪. ( ઇ. સ. )* શરદ ઠતુમાં (આસે તથા કાર્તિક માસમાં ) જે જળ પીધું હોય, પિષ અને માઘ માસમાં જે ભજન કર્યું હોય, તથા જેઠ અને અષાડ માસમાં જે નિદ્રા લીધી હોય તેનાથી મનુષ્ય જીવે છે એટલે તે તે માસમાં તે તે પદાર્થો જીવિતને પુષ્ટિ કરનારા છે. ૧૯
वर्षासु लवणममृतं, शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो, घृतं वसन्ते गुडश्च ग्रीष्मान्ते ॥२०॥
૩રપ્રાસા, મા ૨ પૃ૦ ૨૪. ( )* વર્ષા ઋતુમાં મીઠું-લૂણ અમૃત સમાન છે, શરદ ઋતુમાં જળ અમૃત સમાન છે, હેમંત ઋતુમાં ગાયનું દૂધ અમૃત સમાન છે, શિશિર ઋતુમાં આમળાને રસ અમૃત સમાન છે, વસંત ઋતુમાં ઘી અમૃત સમાન છે અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ અમૃત સમાન છે. ૨૦. ભાજન પછી શું કરવું અને શું ન કરવું –
करेण सलिलाइँण, न गण्डौ नापरं करम् । नेक्षणे च स्पृशेत्किन्तु, स्पष्टव्ये जानुनी श्रिये ॥ २१ ॥
विवेकविलास, उल्लास , श्लो० ५४.