________________
ભોજન
( ૧૦૫૩ )
(ભેજન કર્યા બાદ ધોયેલે ) ભીને હાથ ગાલ ઉપર, ડાબા હાથે અને બને આંખેએ અડાડે નહીં, પરંતુ એ હાથ બન્ને ઢીંચણ ઉપર લગાડવો મંગળકારી છે. ૨૧
मा करेण करं पार्थ ! मा गल्लौ मा च चक्षुषी । जानुनी स्पृश राजेन्द्र ! भर्तव्या बहवो यदि ॥ २२ ॥
विवेकविलास, उलास ३, श्ला० ५५. હે રાજાધિરાજ અર્જુન ! જે તું ઘણા માણસોનું પિષણ કરવા ચાહતે હોય તે (ભીના) હાથે હાથને, ગાલને કે આંખને સ્પર્શ ન કરતાં ઢીંચણને સ્પર્શ કરજે. ૨૨.
भोजनानन्तरं याच्यं, शलाकाद्वयमादरात् । यद्येका पतिता भूमावायुवित्तं च हीयते ॥२३॥
વિવેચત્રાસ, રાસ રૂ, ર૦ હ. ભજન કરી લીધા પછી વિનયપૂર્વક (દાંત ખેતરવા માટે) બે સળીઓ માગવી અને એમાંથી એક જે જમીન ઉપર પડી જાય તે ધન અને આયુષ્યને નાશ થાય. ૨૩.
भोजनानन्तरं वामकटिस्थो घटिकाद्वयम् । शयीत निद्रया हीनं, पूर्व पदशतं व्रजेत् ॥ २४ ॥
विवेकविलास, उल्लास , श्लो० ११. ભજન કર્યા પછી સૌથી પહેલાં સો ડગલા ચાલવું અને ત્યારબાદ બે ઘડી સુધી ડાબે પડખે ઉંઘ લીધા વગર સૂવું. ૨૪.