________________
( ૧૦૩૬ ) સુભાષિત-પદ્યરત્નાકર
બીજ, છઠ, આઠમ, દશમ, તેરશ, ચૌદશ, પુનમ અને અમાવાસ્યાના દિવસે સ્નાન કરવું નહિ. ૬.
नग्नातः प्रोषितायतः, सुचेलो भुक्तभूषितः । नैव स्नायादनुव्रज्य, बन्धून कृत्वा च मङ्गलम् ।।७।।
विवेकविलास, उल्लास २, श्लो० ३. નગ્ન દશામાં, રોગાદિકથી પીડિત હોય ત્યારે, પરદેશથી આવેલ, સારાં વસ્ત્ર સહિત, ભજન કરીને, આભૂષણે પહેરીને, બાંધવાદિકને વળાવીને આવ્યા પછી તેમજ માંગલિક કાર્ય કર્યા પછી સ્નાન કરવું નહીં. ૭.
अज्ञाते दुःप्रवेशे च, चण्डालैर्दूषितेऽथवा । तरुच्छन्ने सशैवाले, न स्नानं युज्यते जले ।। ८ ।
विवेकविलास, उल्लास २, श्लो० ८. અજાણ્ય, વિષમ માર્ગવાળું, ચંડાળેએ દૂષિત કરેલું, વૃક્ષોથી ઢંકાયેલું અને શેવાળવાળું, એવા પાણીમાં ન્હાવું એ ઠીક નથી. ૮.
कूपे हृदेऽधमं स्नानं, नद्यामेव च मध्यमम् । वाप्यां च वर्जयेत्स्नानं, तटाके नैव कारयेत् ॥९॥
भागवत उत्तरार्ध, स्कन्ध ११, अ० १३, श्लो० ९. કુવામાં અને હદમાં સ્નાન કરવું તે અધમ છે, નદીમાં સ્નાન કરવું તે મધ્યમ છે, વાવમાં સ્નાન વજેવું જોઈએ અને તળાવને વિષે સ્નાન ન જ કરવું જોઈએ. ૯.