________________
આશીર્વાદ
( ૮૬૧ ) જેના પ્રભાવથી દુઃખે નિવારી શકાય એવા ગજેન્દ્રો, વાયુના વેગને જીતનારા અ, રથના સમૂહ, કીડાવાળી છીએ, ચપળ ચામથી સુશોભિત રાજ્યલક્ષ્મી, ઊંચું ઉજજવળ છત્ર, ચાર સમુદ્રના કિનારાવડે વ્યાપ્ત એવી આ પૃથ્વી પ્રાપ્ત થાય છે તે ત્રણ ભુવનમાં વિજય પામનાર ધમલાભ તમને હે ! ૨. दीर्घायुभव भण्यते यदि तदा तन्नारकाणामपि,
सौख्यार्थ धनवान् भवेद्यदि पुनस्तन्म्लेच्छकानामपि । सन्तानाय च पुत्रवान् भव पुनस्तत्कुक्कुटानामपि, तस्मात्सर्वसुखप्रदोऽस्तु भवतां श्रीधर्मलाभः श्रिये ॥३॥
૩પશતff, go ક૨. ( શ્રી સિદ્ધસેન દિવાકરે ભેજ રાજાને આશીર્વાદ આપતાં આ પ્રમાણે કહ્યું –) તું દીર્ઘ આયુષ્યવાળો થા એમ જે હું કહું તે તે દીર્ઘ આયુષ્ય નરકના જીવોને પણ છે, સુખને માટે ધનવાન થા એમ કહું તે તે ધન પ્લેચ્છોને પણ છે અને સંતાનને માટે પુત્રવાન થા એમ કહું તે તે પુત્ર કુકડાને પણ ઘણું છે; તેથી સર્વ પ્રકારનાં સુખને આપનાર ધર્મલાભ જ તમારી લક્ષ્મીને માટે થાઓ. (આ આશીર્વાદ જ સર્વ પ્રકારના આશીર્વાદ કરતાં શ્રેષ્ઠ છે.) ૩.