________________
( ૯ર૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
સારો મિત્ર ધર્મ –
नित्यमित्रसमो देहः, स्वजनः पर्वसनिमः । प्रणाममित्रसमो ज्ञेयो, धर्मः परमबान्धवः ।। ६ ॥ નિત્ય મિત્ર સમાન આ શરીર છે, પર્વ મિત્ર સમાન સ્વજને છે અને પ્રણામ મિત્ર સમાન ધર્મ જાણુ. તે જ પરમ બાંધવ છે. ( આત્માની સાથે જીવન પર્યત શરીર રહે છે માટે તે નિત્ય મિત્ર છે, સારે–માટે અવસરે સ્વજને ભેળા થાય છે માટે તે પર્વ મિત્ર છે અને પરમ બાંધવરૂપ ધર્મ માત્ર પ્રણામ કરવાથી જ એટલે ભક્તિ-પૂજા કરવાથી જ મિત્રરૂપ થાય છે–તે જ પરલેકમાં સહાયભૂત છે. વળી નિત્ય મિત્રની હમેશાં સારસંભાળ કરવી પડે છે, પર્વ મિત્રને અમુક વખતે જ ભેજનાદિક આપવું પડે છે, પરંતુ પ્રણામ મિત્ર તે માત્ર પ્રણામથી જ ખુશ થાય છે તેથી ધર્મ મિત્ર સર્વશ્રેષ્ઠ છે.) ૬. મિત્રપ્રશંસા –
शोकारातिभयत्राणप्रीतिविश्रम्पभाजनम् । केन रत्नमिदं सृष्टं, मित्रमित्यक्षरद्वयम् ॥ ७॥
व्यासदेव. શેક, શત્રુ અને લયથી રક્ષણ કરનાર અથવા શેકરૂપી શત્રુના ભયથી રક્ષણ કરનાર તથા પ્રેમ અને વિશ્વાસના સ્થાનરૂ“મન” એવા અક્ષરવાળું આ રત્ન કે બનાવ્યું છે ?