________________
(૯૪૪) , સુભાષિત-પદ્ય-રત્નાકર (નિષ્કર્ષ) જેવી કવિત્વશક્તિ એ ખરેખર દેવકમાંથી ઉતરીને અહીં (મનુષ્યલોકમાં) આવી છે, તેથી પિતાની સુધારસ જેવી તે શક્તિને ગ્રહણ કરવાને ઉત્કંઠાવાળા દેવે કવિએના આકારમાં (રૂપમાં) મયંકમાં અવતર્યા છે. ૨.
( મતલબ એ કે- કવિત્વશક્તિ”એ અમૃત જેવી મધુર શ્રેષ્ઠ છે અને કવિઓ દેવ જેવા છે. પોતાની એક કીમતી વસ્તુ કયાંય ચાલી જાય ત્યારે તેને પાછી લાવવા માલિક જાય છે.) કવિતાનું કલંક –
अकवित्वं परस्तावत, कलङ्कः पाठशालिनाम् । अन्यकाव्यैः कवित्वं तु, कलङ्कस्यापि चूलिका ॥ ३ ॥
પ્રથમ તે કાવ્ય ( કવિતા ) કરતાં ન આવડે એ જ પંડિતનું મોટું કલંક છે. તેમાં પણ બીજાના કરેલાં કાવ્ય વડે પોતાનું કવિપણું પ્રસિદ્ધ કરવું એ તે કલંકને માથે ચૂલિકા-શિખર સમાન છે. ૩. કવિતા અને બાણ–
किं कवेस्तस्य काव्येन, किं काण्डेन धनुष्मतः १ । परस्य हृदये लग्नं, न घूर्णयति यच्छिरः ॥४॥
તે કવિતા કાવ્યથી શું ? તે ધનુર્ધારીના બાણથી શું? કે જે કાવ્ય અને બાણ બીજાના હૃદયમાં લાગવાથી તેના મસ્તકને ૧ કુણાવે કપાશે? ૪.