________________
( ૯૭૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
એક જ સુપુત્ર હાવાથી સિંહણ ભય રહિત સુખે સૂવે છે, ( તેના ઉદરનિર્વાહની તેને ચિંતા નથી. ) અને ગધેડી દશ પુત્ર સહિત નિરંતર ભાર વહન કર્યાં કરે છે. ( તેા પણુ તેની નિર્વાહાદિકની ચિંતા દૂર થતી નથી. ) ૩.
भारं वोढुं क्षमे पुत्रे, निराभार: पिता ननु ।
बालेsपि हि सुते हन्त, सिंही स्वपिति निर्भया ॥ ४॥ fix, પર્વ ૨, સર્વ ’, ો ૨૮૨.
પુત્ર ગૃહભાર ઉપાડવામાં સમર્થ થાય ત્યારે પિતા ભાર રહિત થાય છે. જેમકે સિંહણુ પેાતાના પુત્ર બાળક છતાં પણ ભય રહિત સૂઈ રહે છે. ૪.
कि जाहुभिः करोति हरिणी पुत्रैरकार्यक्षमैः,
पर्णे वापि वनान्तरे प्रचलिते ये यान्ति भीतिं गताः । एकेनैव करीन्द्रदर्पदलन व्यापारबद्धस्पृहा,
सिंही दीर्घ पराक्रमेण मनसा पुत्रेण गर्भायते ॥ ५ ॥ अन्योक्तिमुक्तावली.
કાંઈ પણુ કાર્ય કરી ન શકે તેવા ઘણા પુત્રને હરિણી પ્રસવે છે તેમનાથી તે શું કરી શકે ? કેમકે તે પુત્રા તે વનમાં એક પાંદડું પણ ખખડે કે તરત જ ભય પામીને નાસી જાય છે; પરંતુ હાથીને ગવ દળી નાંખવાના વ્યાપારમાં જેની દૃઢ ઇચ્છા હેાય છે એવી સિહણુ મોટા પરાક્રમવાળા એક જ પુત્રવડે મનમાં ગવિશ્વ થાય છે. ૫.