________________
( ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર પ્રવૃત્તિ ન હોય, (૧૨) આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર હોય, (૧૩) ધનને અનુસારે પહેરવેશ રાખે, (૧૪) આઠ પ્રકારના બુદ્ધિના ગુણે કરીને સહિત હોય, (૧૫) નિરંતર ધર્મનું શ્રવણ કરતે હેય, (૧૬) અજીર્ણ થયું હોય તે વખતે ભેજનને ત્યાગ કરે, (૧૭) સમય પ્રમાણે આત્માને હિતકારક ભજન કરે, (૧૮) પરસ્પર પીડા-બાધા ઉત્પન્ન ન થાય તેવી રીતે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને પણ સાધે, (૧૯) એગ્યતા પ્રમાણે અને શક્તિ પ્રમાણે અતિથિને વિષે, (૨૦) સાધુને વિષે અને દીન વગેરે જનને વિષે ભક્તિ કરનાર હોય, (૨૧) કદી પણ કદાગ્રહી હોય નહીં–ગુણોને વિષે જ પક્ષપાત કરનાર હોય, (૨૨) દેશ-કાળથી વિરૂદ્ધ આચરણ ન કરે (૨૩) પોતાના અને પરના બળ અને અબળને જાણનાર હોય, (૨૪) સારા આચારમાં વતનાર અને જ્ઞાનવડે મોટા એવા સાધર્મીઓની પૂજા કરનાર હોય, (૨૫) કુટુંબ તથા સેવકવર્ગનું પોષણ કરનાર હોય, (૨૬) દીર્ઘદશ એટલે ભવિષ્યમાં શું થશે તેને વિચાર કરનાર હોય, (૨૭) વિશેષજ્ઞ એટલે કૃત્ય, અકૃત્ય, પિતાના અને પર વગેરેના તફાવતને જાણનાર હોય, (૨૮) કરેલા કાર્યને જાણનાર હય, (૨૯) લેકને પ્રિય હોય, (૩૦) લજજાવાળ, (૩૧) દયાવાળ, (૩૨) શાંત સવભાવવાળે અને (૩૩) પોપકાર કરવામાં તત્પર હોય, (૩૪) (ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ એ) છ આત્યંતર શત્રુઓના સમૂહને નાશ કરવામાં તત્પર હોય તથા (૩૫) ઈદ્રિયોના સમૂહને વશ કરનાર હોય એવો શ્રાવક ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાને લાયક છે. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩.