________________
( ૯૫૬ )
, સુભાષિત-પદ્ય-રત્નાકર
( હે આત્મા !) તું દુર્જનના સંગને ત્યાગ કર, સાધુ જનેને સમાગમ કર, રાત્રિદિવસ પુણ્યકામ કર અને નિરં તર અનિત્યપણાનું સ્મરણ કર. ૧૧ ઉપદેશકને સદા લાભ– न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । अवतोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥ १२ ॥
तस्वार्थसूत्र હિતઉપદેશનું શ્રવણ કરવાથી સર્વ શ્રાતાજનને અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે એમ હોતું નથી (એટલે કે કોઈને ધર્મ પ્રાપ્ત થાય અને કેઈને ન પણ થાય); પરંતુ પ્રાણીઓની ઉપર કૃપાબુદ્ધિથી ઉપદેશ કરનારા વક્તાને તે અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે જ, ૧૨.