________________
રચા શિક્ષકઃ—
શિક્ષ (૨૧)
शिष्यस्य कल्याणकरो गुरुः सन्, निःस्वार्थभावात् सुखमार्गदर्शी ।
शुद्धाऽऽत्मशक्त्या च तपोबलेन,
शिष्योपदेशी न तु शिष्यतापी ॥ १ ॥ मुनि हिमांशुविजय.
સાચા ગુરુ-શિક્ષક તે છે કે જે કાઇ પણ જાતના સ્વાર્થ વગર શિષ્યનું કલ્યાણ કરનાર હાય, સુખનેા માર્ગ બતાવનાર હાય, પેાતાની શુદ્ધ આત્મશક્તિ, આચારની પવિત્રતા તથા તપઅળથી શિષ્યને ઉપદેશ આપનાર હોય અને શિષ્યને સંતાપ કરનાર ન હોય. ૧.
तएव वेद्या गुरवो यथार्थ, शिष्यस्य कीर्ति च समुन्नर्ति ये । तन्वन्ति नीरागदृशा समन्तात्, पितेव तं क्षेमपथे धरन्ति ॥ २ ॥ मुनि हिमांशुविजय.
તે જ સાચા ગુરુ-શિક્ષક છે કે જે કાઇ પણ જાતના માહ વગર શિષ્યની કીતિ અને ઉન્નતિને ચારે તરફ વધારતા હાય અને પિતાની માફક શિષ્યને કલ્યાણના માર્ગ માં જોડતા હાય. ૨.