________________
મિત્ર
( ૭ ) મિત્રને આશીર્વાદાतव वर्त्मनि वर्ततां शिवं, पुनरस्तु त्वरितं समागमः । अयि! साधय साधयेप्सितं, स्मरणीयाः समये वयं वयः!॥१४॥
વિષ, વર્ષ ૨, ગો. ૨. હે પક્ષી મિત્ર ! માર્ગમાં જતાં તારું કલ્યાણ થાઓ, ફરીથી શીધ્રપણે તારો સમાગમ થજે, તથા તું તારા ઇચ્છિત કાર્યને સિદ્ધ કરજે, સિદ્ધ કરજે અને સમય આવે અમારું સ્મરણ કરજે. ૧૪. મિત્રથી ફાયદો –
आपनाशाय विबुधैः, कर्तव्याः सुहृदोऽमलाः। . न तरत्यापदं कश्चिद्योऽत्र मित्रविवर्जितः ॥ १५ ॥
આપત્તિને નાશ કરવા માટે ડાહ્યા પુરુષોએ સારાઉત્તમ-મિત્રે કરવા જોઈએ. આ જગતમાં જે મનુષ્ય મિત્ર રહિત હોય છે તે કોઈ પણ આપત્તિને તરી–ઓળંગી શકતું નથી. ૧૫.
मित्रवान साधयत्यान, दुःसाध्यानपि वै यतः । तस्मान्मित्राणि कुर्वीत, समानान्येव चात्मनः ॥ १६ ॥ મિત્રની સહાયતાવાળા મનુષ્ય મુશ્કેલીથી સાધી શકાય તેવાં કાર્યોને પણ સાધી શકે છે, તેથી પોતાને સમાન (તુલ્ય–ગ્ય ) મિત્રો કરવા જોઈએ. ૧૬.