________________
સુભાષિત-પદ-રત્નાકર
( ૯૩૦)
દૂધ અને પાણીની મૈત્રીઃ—
क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ताः पुरा तेऽखिलाः, क्षीरे तापमवेक्ष्य तेन पयसा स्वात्मा कृशानौ हुतः । गन्तुं पावकमुन्मनस्तदभवद् दृष्ट्वा तु मित्रापदं,
युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्वीदृशी ॥ ६ ॥
દૂધે પેાતામાં રહેલા જળને પ્રથમથી જ પેાતાના તે ( મધુરતા, ઉજ્જ્વળતા વગેરે) સમગ્ર ગુણે આપેલા છે, તેથી દૂધને વિષે તાપને જોઇને ( જ્યારે દૂધને ઉકાળવામાં આવે છે ત્યારે ) તે પાણીએ પેાતાના આત્મા અગ્નિમાં હામ્યા-નાખ્યા. એટલે કે પ્રથમ દૂધ ઉનું થતાં પાણી બળવા માંડે છે. તે વખતે જળરૂપ મિત્રની તે આપત્તિ જોઇને દૂધ અગ્નિમાં જવા માટે-બળવા માટે ઉત્સુક થયું. ( ઉભરાઈને અગ્નિમાં લાગ્યું) તે વખતે પાછું તેને તે જળથી યુક્ત કરવામાં આવે (તેમાં બીજી પાણી નાંખે) તે તે દૂધ શાંત થઇ જાય છે. માટે સત્પુરુષની મૈત્રી આવા પ્રકારની હોય છે. ૬. મિત્રતા કે શત્રુતા સ્થિર નથી:--
પડવા
य एव मित्रं हृदयेन यस्य,
पूर्व स कालेऽतिरिपुः परे स्यात् । तस्येति सम्प्रेक्ष्य वदामि लोकाः !
स्थास्नुस्वभावे नहि वैरसख्ये ॥ ७ ॥
ધર્મવિશેનમાા, ો ૪૪.