________________
( ૮૯૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
પણ તે અત્યંત દુઃસહુ વિષને જ વમે છે-તે દૂધ વિષપણે પરિણમે છે. ૨૬.
अनुकुरुतः खलसुज्ञावग्रिमपाश्चात्यभागयोः सूच्याः । विदधाति रन्ध्रमेको गुणत्रानन्यस्तु पिदधाति ।। २७॥ દુન અને સજ્જન આ બે પુરુષો અનુક્રમે સાયના અગ્રભાગ અને પાછળના ભાગને અનુસરે છે–તેના જેવું કા કરે છે. તેમાં એક એટલે દુજન સાયના અગ્રભાગની જેમ છિદ્ર પાડે છે અર્થાત્ પરસ્પર કલડુ ઉત્પન્ન કરાવે છે, અને બીજો એટલે સજ્જન ગુણવાન હાવાથી છિદ્રને ઢાંકે છે એટલે સલાહ-સંપ કરાવે છે. (સાયના પાછãા ભાગ ગુણવાન એટલે દોરાવાળા હાવાથી છિદ્રને સાંધી દે છે. ) ૨૭.
विद्या विवादाय धनं मदाय, शक्तिः परेषां परिपीडनाय । खलस्य साधोर्विपरीतमेतत्, ज्ञानाय दानाय च रक्षणाय ॥ २८ ॥
ખળ પુરુષ વિદ્યા ભણ્યા હોય તે તેની વિદ્યા બીજાની સાથે વાદવિવાદ કરવા માટે થાય છે, તેની પાસે ધન હાય તે તે મને માટે થાય છે, તેનામાં જે શક્તિ હોય તે બીજાને પીડા કરવા માટે થાય છે; પરંતુ સજ્જનને તે તે સર્વે તેનાથી વિપરીત છે, એટલે કે તેની વિદ્યા જ્ઞાનને માટે, ધન દાનને માટે અને શક્તિ ખીજાના રક્ષણને માટે થાય છે. ૨૮. आर्योऽपि दोषान् खलवत् परेषां,
वक्तुं हि जानाति परं न वक्ति ।
किं काकवत्तीवतराननोऽपि,
कीरः करोत्यस्थिविघट्टनानि १ ।। २९ ।।