________________
તેશાટન (૧)
દેશાટનના ગુણ-દોષ:– तीर्थानामवलोकन परिचयः सर्वत्र वित्तार्जनं,
नानाचर्यनिरीक्षणं चतुरता बुद्धेः प्रशस्ता गिरः । एते सन्ति गुणाः प्रवासविषये दोषोऽस्ति चैको महान् ,
यन्मुग्धामधुराधराधरसुधापानं विना स्थीयते ॥ १ ॥
પ્રવાસને વિષે–પરદેશ પર્યટન કરવામાં સર્વ તીર્થોનું દર્શન થાય છે, સર્વ ઠેકાણે વિવિધ જનેને પરિચય થાય છે, ધનનું ઉપાર્જન થાય છે, વિવિધ પ્રકારનાં આશ્ચર્યો જોવાય છે, બુદ્ધિની ચતુરાઈ પ્રાપ્ત થાય છે અને સારું વચન બોલતાં આવડે છે-આવા ઘણુ ગુણે પ્રાપ્ત થાય છે; પરંતુ એક જ મે દેષ છે, તે એ કે–સ્ત્રીના મધુર, નીચલા હોઠમાં રહેલા અમૃતના પાન વિના રહેવું પડે છે. (અર્થાત્ સ્ત્રીના વિષયસુખ વિના રહેવું પડે છે.) ૧. કયાં વાસ ન કરે –
यस्मिन् देशे न सम्मानो न वृर्त्तिन च बान्धवः । न च विद्यागमोऽप्यस्ति, वासं तत्र न कारयेत् ॥ २ ॥
वृद्धचाणक्यनीति. अध्याय १, श्लो० ८. જે દેશમાં સન્માન ન હોય, આજીવિકા ન હોય, સગાસંબંધી ન હોય તથા વિદ્યાની પ્રાપ્તિ ન હોય, તે દેશમાં નિવાસ કરે એગ્ય નથી. ૨.