________________
બ્રાહ્મણ
( ૮૫૧ )
જન્મથી બ્રાહ્મણ થતું નથી, પણ સંસ્કાર કર્યાથી બ્રાવણ થાય છે. જે જન્મથી જ બ્રાહ્મણ થાય તે સંસ્કારની ક્રિયા વ્યર્થ થાય. ૨૯. सर्वे वै योनिजा माः, सर्वे मूत्रपुरीषिणः । एकेन्द्रियक्रियार्थाश्च, तस्माच्छीलगुणैर्द्विजाः ॥ ३० ॥
મનુસ્મૃતિ, ૩ માળ, ૦ ૨૬ બધા મનુષ્ય યોનિથી ઉન્ન થયેલા, મૂત્ર અને મળથી ભરેલા અને ઈન્દ્રિયોની સમાન ક્રિયા કરવાવાળા છે; તેથી આચાર અને ગુણેથી બ્રાહ્મણ થાય છે. ૩૦. न जीवो ब्राह्मणस्तावद् यस्मात् संस्कारतो द्विजः । जीवश्चेद् ब्राह्मणस्तावद् वृथा स्याद् धर्मसंस्कृतैः ॥ ३१ ॥
ગૃહ્યસૂત્ર, મ૨, ૨૦ ૨૨. જીવ સ્વયં બ્રાહ્મણ હોતો નથી, કારણ કે સંસ્કારથી બ્રાહ્મણ થાય છે. જે જીવ જ બ્રાહ્મણ હોય તો ધર્મના સંસ્કારો નિરર્થક છે. ૩૧.
तथाऽभूद् रावणो नाम, राक्षसो वेदपारगः । सर्वेऽपि राक्षसाश्चत्रं, वेदकर्मानुचारकाः ।। ३२ ॥
વૃદ્વિજ, પૂર્વ માન, ઋો. ૭૧. -તથા રાવણ નામને રાક્ષસ વેદના પારને પામેલ હતા અને તે જ પ્રમાણે સર્વે રાક્ષસે પણ વેદના કમનું આચરણ કરતા હતા. ( પણ તે બ્રાહ્મણ ન હતા. કેમકે જે સંસ્કારવાળો હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે.) ૩૨.