________________
તે કૃષ્ણ ગચ્છની અંદર વિમય કારક ચારિત્રથી વિરાછત અનેક સુરીરે થયા. અનુક્રમે પંડિતમાં ચૂડામણી સમાન શ્રોસિંહસૂરિ થયા. જેમણે છ ભાષાઓના કવિઓમાં ચક્રવર્તી સમાન અને સમગ્ર તૈયાયિકામાં અગ્રેસર એવા સારંગ પંડિતને વાદ વિદ્યામાં પરાજીત કર્યા હતા. તેમજ ભાસર્વજ્ઞ એ રચેલા ન્યાય સારની ટીકા અને નવીન વ્યાકરણના પ્રણેતા તેઓ છે.
વળી શ્રી કુમારપાળ ચરિત્ર રચવાથી “નૈવિઘવેદિકચક્રી” એ પદવીથી તેઓ પ્રખ્યાત છે. ન્યાયતાત્પર્યદીપિકામાં આચાર્ય મહારાજે દરેક મતનાં પ્રમાણે પ્રતિપાદન કરેલાં છે.
જે ન્યાયસાર ગ્રંથમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ વૈશેષિકને અભિમત છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અને શબ્દ એ ચારને તૈયાયિકાદિક માને છે.
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થપત્તિ એ પાંચ પ્રભાકર ભટ્ટ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાદ અથપત્તિ અને અનુપલબ્ધિ એ છને વિદાંતિઓ તેમજ અતિઘ અને ચેષ્ટા સહિત આઠ પ્રમાણેને પૌરાણિક માને છે. વિગેરે પ્રમાણ વિવાદને યથાર્થ વિચાર કરી ગ્રંથ કર્તા આચાર્ય ભાસવરે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણને વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરેલાં છે. અન્ય પ્રમાણે તેમાં અંતર્ભાવ થઈ શકે છે. પાંચ હેત્વાભાસ, વાદ, જલ્પ, વિતંડા, છલ, જાતિ નિગ્રહ સ્થાન તેમજ અન્ય પદાર્થોનું પણ યથાર્થ નિરૂપણ કરેલું છે.
ન્યાયસાર ગ્રંથના મંગલવાદથી આરંભી મહાન વિદ્વાનોના હૃદયને આશ્ચર્યજનક ઉકિત, પ્રયુક્તિ, ઉદાહરણ અને પ્રત્યુદાહરણ સહિત તેમજ પ્રસંગોપાત્ત અન્ય મત નિરૂપણના પ્રત્યાખ્યાન પૂર્વક સર્વવાદિ પ્રતિવાદિઓના ભેદાદિકને સૂચન કરનાર આ ગ્રંથપર ટીકા રચેલી છે. જેના અવકન માત્રથી જયસિંહરિની અલૌકિક વિદ્વારા જણાય છે.
૧ જેણે સારંગધર પદ્ધતિ નામે સાહિત્ય ગ્રંથ રચ્યો છે, તે ગ્રંથ-ડે પી પીટસંસાહેબે મુદ્રિત કર્યો છે. સારંગધર પંડિત હમ્મીર રાજાને પંડિત હતો. દામોદર પંડિતના ત્રણ પુત્ર હતા. લક્ષ્મીધર અને કૃષ્ણથી આ સારંગધર નાનો હતો. બીજે મહાદેવને પુત્ર હતો. ત્રીજો મુકુંદભુનુદ્ધને પુત્ર હતો. તેમાં આ ગ્રંથને કત્તાં હમ્મીર રાજાને પંડિત છે.