________________
ક્ષેમંકરરાજા
४५ એમ કહી તે દેવીએ કેઈક વ્યંતરને મોકલી તને અહીં લવરાવ્યું છે. માટે આ વિદ્યાને તું ગ્રહણ કરી મારી ચિતાને દૂર કર. “સુપાત્રને વિદ્યા આપવાથી ગુરુને પણ મહિમા બહુ વૃદ્ધિ પામે છે. _ જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ તેના સ્વામીને બહુ લાભદાયક નિવડે છે.
વળી છીપના વેગથી જલ જેમ મુકતાપણું પામે છે, તેમ વિદ્યા પણ સત્પાત્રના વેગથી અધિક મહિમાવાળી થાય છે.
વળી આ વિદ્યા તારા ગુણામાં લુબ્ધ થયેલી જેમ કન્યા તેમ તારી ઉપર બહુ ખુશી થયેલી છે.
આ વિદ્યાદાનમાં હું તે નિમિત્ત માત્ર છું. માટે આ વિદ્યા તારે લેવી જ પડશે.
એ પ્રમાણે ભેગીનું વચન સાંભળી કુમાર છે.
યોગીંદ્ર ! આપના દર્શનથી જ સર્વ સિદ્ધિઓ મને મળી ચૂકી છે, એક આ ખડગસિદ્ધિનું મારે શું પ્રજન છે?
આ લેકનું સુખ આપનાર ચિંતામણિ વિગેરેનું દર્શન તે સુખેથી થઈ શકે છે, પરંતુ બંને લેકનું સુખ આપનાર સંતપુરુષનું દર્શન બહુ દુર્લભ હોય છે.
વળી સપુરુષને સમાગમ પૂર્વજન્મનાં અનેક પાપને દૂર કરે છે. પુણ્યને વિસ્તારે છે. સદ્દબુદ્ધિને પ્રગટ કરે છે. નવીન નવીન કલાઓને પલ્લવિત કરે છે. અજ્ઞાનરૂપી અંધકારને ક્ષય કરે છે, અને પર બ્રહ્મનું સુખ આપે છે, અધિક શું કહેવું? કલ્પવૃક્ષની જેમ દરેક વાંછિત પૂર્ણ કરે છે.
એમ બોલતા કુમારને જે કે વિદ્યા લેવાની ઈચ્છા નહતી, છતાં ગીએ બહુ આગ્રહથી તેને વિદ્યા આપી અને તે વિદ્યાનું આરાધન પણ આઘંત યથાસ્થિત કહ્યું.