________________
૧૬૬
કુમારપાળ ચરિત્ર આકાશને સ્પર્શ કરતા મસ્તકવડે તારાઓને નીચે પાડો હેયને શું?
મુખમાંથી નિકળતી અગ્નિની જવાલાઓ વડે અંધકારને ગળતે હેયને શું ?
દૂર પ્રસરી ગયેલા હસ્તવડે વૃક્ષને ખેંચતે હેયને શું ? પ્રચંડ ચરણના આઘાતવડે પૃથ્વીને નીચે ફેંકતે હોયને શું ? વળી અંજનગિરિ સમાન શ્યામ,
મંદાકિસમાન સ્થલ અને વિકરાલદષ્ટિથી નિરીક્ષણ કરે તે ક્ષેત્રપાલ કુમારપાલની આગળ પ્રગટ થયે.
તે દુષ્ટ કુમારપાલને ડરાવવા માટે પગના આઘાતથી નજીકમાં રહેલા પર્વ સાથે વેલીની માફક પૃથ્વીને કંપાવવા લાગે.
બ્રહ્માંડ રૂપી પાત્રને ભેદવામાં સમર્થ એવા લાખ કિલકિલાવ સુભટ સિંહનાદને જેમ તે કરવા લાગ્યો.
ભૂમિકંપથી અને તેના પ્રચંડ વિનિથી સિંહનાદથી હસ્તીવૃંદ જેમ પિશાચ વગેરે નાશી ગયા, તે શિયાળ વિગેરે તે રહેજ કયાંથી?
યમરાજાની જીભ સમાન ભયંકર અને તેને હણવાની ઈચ્છા વડે દેડતા સાદિકને વારંવાર વિકુવીને તે દુષ્ટ ક્ષેત્રપાલ કુમારપાલને બીવરાવવા લાગે,
મંત્ર ઉપદ્રવ સહિત છે, એ પ્રમાણે ગુરુ વચનનું સ્મરણ કરતા કુમારપાલને તેણે ઘણા ઉપદ્રવ કર્યા પણ તે બીલકુલ ક્ષેભ પામે નહીં, ઉલટ નિર્ભય થઈ તે ધયાનકર્મમાં બહુ સ્થિર થયો.
પવને કંપાયેલે પર્વત શું ચલાયમાન થાય ખરે?
પછી તે ક્ષેત્રપાલની માફક નિષ્ફળ થઈ ત્યાંથી વિદાય થયો અને કુમારપાળે પણ જાપ તથા હોમપૂર્વક મંવારાધનની ક્રિયા પૂર્ણ કરી. લક્ષ્મીદેવી
પિતાના તેજવડે આકાશને સૂર્યની શ્રેણિમય કરતી અને સાક્ષાત પુણ્યશ્રીની મૂર્તિ હોય તેમ લક્ષ્મીદેવી કુમારપાલની આગળ પ્રગટ થઈ.