________________
૨૬૮
કુમારપાળ ચરિત્ર ત્યારબાદ એક પ્રહર દિવસ થયે એટલે તેણે રાજાને કહ્યું.
હે દેવ! આપને દેવપૂજનને અવસર થયે છે, એમ મારા જેવામાં આવે છે.
દેવધિનું વચન માન્ય કરી રાજાએ સ્નાન કર્યું. શુદ્ધવસ પહેર્યા અને દેવબોધિને સાથે લઈ તે દેવમંદિરમાં ગયે.
ત્યાં સેનાના પાટલા પર શંકર વિગેરે દેવેનું સ્થાપન કરી રાવણની માફક થિર વૃત્તિએ તેણે વિધિ પ્રમાણે પૂજન કર્યું.
પછી દેવધિ .
હે દેવ ! પરંપરાથી પ્રાપ્ત થયેલા અને ભૂર્ભુવઃ સ્વર્ગમય આ ત્રણ દેવને તેમજ અતિશય પ્રિય એવા વેદોકત ધર્મને ત્યાગ કરી તું શા માટે મૂખની માફક જૈન મતને સ્વીકાર કરે છે? | વેદ અને સમૃતિથી વિરુદ્ધ એ જૈન ધર્મ ઉત્તમ નથી, એજ કારણથી તત્ત્વજ્ઞાની પંડિતે તેને ત્યાગ કરે છે.
જે આ જૈન માર્ગ મોક્ષપુરમાં જવાને સરલ હેય તે તારા પૂર્વજે અન્ય માર્ગ વડે શામાટે સંચાર કરે?
માટે જે તું તારા આત્માનું હિત ઈચ્છતો હોય, તે નિર્દોષ એવા આ તારા પૂર્વધર્મ ત્યાગ કરીશ નહીં.
તે સાંભળી કુમારપાલ છે. આ વેદોકત ધર્મ મોટો છે, પરંતુ તે હિંસામય છે. તેથી મારા મનને તેને વિશ્વાસ રહેતું નથી.
છએ દર્શનેની વાણી પરસ્પર અત્યંત વિરોધી હેવાથી શેની માફક કઈ પણ ઠેકાણે મળતી નથી.
ફરીથી દેવધિ છે. જે એમ હોય તે બ્રહ્માદિક દેવ અને તારા પૂર્વજોને પણ હું પ્રત્યક્ષ પ્રગટ કરી તને બતાવું, એટલે તું તેમને પૂછી જે. એમ કહી તેણે મંત્રના સામર્થથી તેની આગળ પ્રથમ સંકેત કરેલાની માફક તે સર્વે ને બોલાવ્યા.
બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને મૂળરાજ, ચામુંડરાજ, વલભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણ દેવ, તથા સિદ્ધરાજ એ સાત પિતાના પૂર્વજોને