________________
૨૬૬
કુમારપાળ ચરિત્ર એમ વિચાર કરી અહંકારરૂપી ખીલા વડે બંધાયેલાની માફક દેવધિ તેજ વખતે કુમારપાલને ઉપદેશ કરવા માટે તેના નગરમાં આવ્યું.
ત્યાં મુકામ કરી તે ઇંદ્રજાલીની માફક અનેક પ્રકારનાં કૌતુક દેખાડીને બહુ ગુણવાન એવા નગરવાસી જનેને મેહિત કરવા લાગે.
તેમજ વશીકરણાદિક વિવિધ પ્રકારની વિદ્યાઓને ફેલાવ કરવા લાગે. જેથી વિસ્મય પામી સર્વ નગરના લેક સિદ્ધની માફક હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. જો કે ત્યાગી પુરુષ કલારહિત હેય. તે પણ તે લેકમાન્ય થાય છે, તે પછી કલાવાન તે ઘણું કરીને થાય તેમાં શું આશ્ચર્ય ?
સ્વભાવથી સુવર્ણ દરેકને પ્રિય હોય છે. વળી તે રનથી પ્રકાશિત હોય તે પછી તેનું તે કહેવું જ શું? દેવબોધિને ચમત્કાર - કલાવાન પુરુષના પ્રસંગમાં લેકે દેવધિની બહુ પ્રશંસા કરતા હતા,
એટલું જ નહી પણ એના જે કઈ કલાઓમાં હોંશીયાર છે જ નહી, એ વાત કુમારપાલના સાંભળવામાં આવી. મયૂર પક્ષી જેમ, મેઘને તેમ તેને જોવા માટે કુમારપાલને બહુ ઉત્સાહ થશે.
તેણે પિતાના આપ્તપુરુષો તેને તેડવા માટે મોકલ્યા.
કેળના પત્રનું આસન, કમલનાલને દાંડે અને બહુ સૂક્ષમાં સુતરના કાચા તંતુઓથી બાંધેલું એક સુખાસન તૈયાર કર્યું.
આઠ વર્ષના બાલકની પાસે તે ઉપડાવ્યું અને તેની અંદર તે દેવબોધિ બેઠે.
પ્રભાતમાં રાજસભામાં જવા માટે નીકળે. તેવા પ્રકારનું આશ્ચર્ય જોઈ લેકોનાં નેત્રકમલ વિકસ્વર થઈ ગયાં.
મંત્રના આકર્ષણથી જેમ નગરના લકે તેની ચારે બાજુએ વીંટાઈ વળ્યા. તેમજ પોતાના સેવકેવડે જેમ સ્વામી તેમ લકેવડે. વીંટાયેલ દેવબોધિ સભાસને ચકિત કરતે રાજસભામાં ગયે.