________________
હેમાચાર્યચમત્કૃતિ
૨૬૯ પિતાની આગળ પ્રત્યક્ષ જોઈ કુમારપાલ ચકિત થઈ ગયો અને વિનય પૂર્વક તેમને નયે.
વેદના ઉચ્ચારવડે કાનને વિષે અમૃતની વૃષ્ટિ કરતા, સત્યજ્ઞાને ત્પત્તિના સ્થાનભૂત, શરીર અને જ્ઞાનથી પણ ચાર મુખવાળા બ્રહ્મા,
| હૃદયની અંદર રહેલી લક્ષમીને મુખને પ્રકાશ હાયને શું ? તેમ વક્ષસ્થલમાં કેતુભમણિને ધારણ કરતા
તેમજ ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્ય રહેલાં છે એવા વિષ્ણુ,
ત્રણ લેકને જોવા માટે જેમ ત્રણ નેત્રને ધારણ કરતા,
હાથમાં ત્રિશુળ, મસ્તકે જટા અને ભાલમાં બાલચંદ્રને ધારણ કતા શંકર,
એ ત્રણે દેવ એકઠા થઈ શરીરની ઉત્કૃષ્ટ કાંતિના મિષથી પરમતિષને બતાવતા હોય ને શું ? તેમ કુમારપાલને કહેવા લાગ્યા.
હે નરેંદ્ર! અમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર તું જાણ. વળી ત્રણે લેકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કર્તા અમે છીએ.
તેમજ પોતાના ભક્તોને કરેલા કર્મના અનુસારે સંસાર અને મક્ષ પણ કપટ રહિત અમે જ આપીએ છીએ. | અમારો રચેલે વેદધર્મ બહુ પવિત્ર છે. એની ઉપાસના કરનારા કયા પુરુષે સ્વર્ગ અને મોક્ષની નિઃસીમ લહમીને નથી પામ્યા ?
માટે બહુકાલની બ્રાંતિને ત્યાગ કરી મુકિત માટે તું અમારૂં ભજન કર. કારણ કે;
અમારા જેવા બીજા કોઈ ઉત્તમ દેવ નથી. તેમજ તું મેક્ષની ઈચ્છા રાખતા હોય તે વેદોક્ત ધર્મનું આરાધન કર. એના જે કેઈ બીજે શુદ્ધ ધર્મ નથી,
વળી હે રાજન ! આ દેવબેધિયતીંદ્ર અમારી મૂર્તિ છે. એનું વચન માન્ય કરી પોતાનું કાર્ય તારે કરવું.
ત્યારબાદ તેના પૂર્વજે બેલ્યા. હે વત્સ ! અમે સાતે મૂલરાજ