________________
२७०
કુમારપાળ ચરિત્ર વિગેરે તારા પિતરાઈએ છીએ. તને ઉપદેશ આપવા માટે અમે અહીં આવ્યા છીએ, એ વાત નક્કી સમજવી.
તારા પૂર્વજોએ આચરેલા માર્ગને શા માટે તું ત્યાગ કરે છે? પ્રાચીન માર્ગને ત્યાગ કરવાથી થની માફક મનુષ્યને નકકી નાશ થાય છે.
આ ત્રણ દેવ અને એમણે કહેલા ધર્મને ભાવથી આશ્રય કરી ત્રણે લોકની લક્ષ્મીને અમે હંમેશા ભોગવીએ છીએ.
હે વત્સ! જેમ અમે પિતાના પૂર્વજોના કમને એ નથી, તેવી રીતે તુ પણ સત્યની માફક પ્રાચીનમાર્ગનું ઉલ્લંઘન કરીશ નહીં. એમ કહી તેઓ ત્યાંથી અદશ્ય થઈ ગયા.
રાજા આશ્ચર્ય સાગરમાં ગરક થયે. સોમેશ્વર અને તેમના વચનનું મરણ કરતે રાજા જડ સરખો થઈ ગયે.
તારા કહ્યા પ્રમાણે હું વર્તીશ. એમ કહી કુમારપાલે દેવબોધિને વિદાય કર્યો. પછી ચક્રવર્તીની જેમ પોતે સુંદર ભેજન કર્યું. હિમાચાર્યચમત્કૃતિ
વાગભટ મંત્રી તે જ વખતે હેમચંદ્રસૂરિની પાસે ગયા અને દેવબોધિની સર્વ હકીકત નિવેદન કરી.
તેણે કહ્યું. હે ભગવન્! તે પૂજ્ય મહાત્મા કેઈપણ અલૌકિક ચમત્કારી દેખાય છે.
તેણે મંત્રો વડે બાંધિને જેમ શંકર વિગેરે દેવેનું આકર્ષણ કર્યું. એવા એના પ્રભાવે અયકાંત મણિ લેહની જેમ રાજાના ચિત્તને નકકી વશ કર્યું છે. માટે આપે એવું કરવું જોઈએ કે કુમારપાલ પિતાના ધર્મમાં ગળીને રંગ વસ્ત્ર પર જેમ અતિશય સ્થિર થાય.
સૂરિએ મંત્રીને કહ્યું. આ બાબતમાં તારે કોઈપણ પ્રકારની ચિંતા કરવી નહીં, પરંતુ સવારે કોઈપણ રીતે રાજાને વ્યાખ્યાનમાં તારે લાવ. એ પ્રમાણે સૂરદ્રને પ્રભાવ જાણી મંત્રી બહુ ખુશી થયે, પછી તે સાયંકાલના સમયે રાજસભામાં ગયે.