________________
દેવમાધિના ચમત્કાર
૨૬૭
દેવમાધિને જોઈ રાજા પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે, કેળના પત્રથી બનાવેલા સુખાસનમાં આ મોટા પેટ વાળા, ભારે માણસ કેવી રીતે બેઠા હશે? એનીકળા કાઇ અદ્ભુત પ્રકારની જણાય છે.
દેવાધિ સુખાસનમાંથી નીચે ઉતરી સુવર્ણ મય સિંહાસન પર એઠા અને પેાતાના પગમાં પડેલા કુમારપાલને સદ્ભાવથી તેણે આશીર્વાદ આપ્યા,
-
निष्कामोsपि महाव्रती प्रमथिताऽनङ्गोऽपि देहेऽङ्गनां, faraat aaa शुचिर्भीमेोऽपि शान्तात्मकः । पार्श्वस्थैकवृपोऽपि वाजिगजताद्युद्दामलक्ष्मीप्रदेश
दुर्लक्ष्यरुचरित्रभृद् भवतु ते श्रीशङ्करः शङ्करः ॥ १ ॥ “ સર્વ કામથી રહિત છતા પણ મહાવ્રતધારી, કામદેવને મથન કરનાર છતા પણ શરીરે સ્ત્રીને ધારણ કરનાર, સ્મશાનભૂમિમાં વાસ કરતા છતા પણ પવિત્ર,
――――――
બાહ્ય આકારથી ભયંકર છતા પણ શાંત આત્માવાળા,
એક વૃષના અધિપતિ છતા પણ અનેક હાથી ઘેાડા વિગેરેને ઉત્કટ લક્ષ્મી આપનાર અને
દુર્લક્ષ્ય એવાં અનેક ચરિત્રોને ધારણા કરતા શ્રીમહાદેવ તમારા સુખદાયક થાએ’
હું માનુ` છું' કે, હે કુમારપાલનરેશ ! કમળ કાદવમાંથી ઉત્પન્ન થયેલ છે.
એ હેતુથી પેાતાના સ્થાનભૂત તે કમલના ત્યાગ કરી લક્ષ્મી, દેવગુરુ અને પડિતાદિકના પૂજનવર્ડ અત્યંત પવિત્ર થયેલા તારા હાથમાં હંમેશાં વાસ કરે છે,
એમ ન હેાય તા ધન કેવી રીતે આપે ?
આ તારા હાથ યાચકોને અતિશય ઈચ્છિત
એમ કહી વિવિધ કલાઓને પ્રગટ કરવાથી અને સુંદર વચનમય વાતાવડે દેવબેષિએ ાજાને સારી પેઠે રંજીત કર્યાં.