________________
દેવધિપ્રયાણું
૨૬૫ પ્રસન્ન વડે પ્રેમામૃત વરસાવતી હેયને શું? તેમ સરસવતીદેવી દેવધિની આગળ પ્રગટ થઈ.
કલા, વિદ્યા અને સાહસિકલેકેના ઉપકારમાં પણ અપાર એવા જલને જેમ સમુદ્ર તેમ તું આધાર છે, માટે હે મૃતદેવી ! તારી આગળ આ મારી સ્તુતિ શા હિસાબમાં છે? કારણ કે, ત્રણે લોકમાં જે સાંભળવામાં આવે છે, તે સર્વ તારી વિભૂતિ છે.
વળી હે બ્રહ્મપુત્રી ! પશુ સમાન પુરુષે તારી ઉપર અત્યંત વિરકત થઈ આલાકમાં જ માત્ર મહિમાને પ્રગટ કરનાર લક્ષમીને ધારણ કરે,
પરંતુ સમગ્ર વિદ્વાન વર્ગ સ્વર્ગ અને મેક્ષસુખ આપનાર એક તારા વિના બીજા કોઈને હદયમાં ધારણ કરતે નથી.
એ પ્રમાણે દેવધિ સરસ્વતીની સ્તુતિ કરી પ્રાર્થના કરવા લાગ્યો. હે જનની ! વિદ્યા, ભકિત અને મુક્તિ મને તું આપ.
કલ્પવૃક્ષના મહિમા સમાન મારા વરદાન વડે તારૂં ધારેલું કાર્ય સિદ્ધ થાઓ, એ પ્રમાણે દેવધિને કહી સરતી દેવી અદશ્ય થઈ ગઈ
ત્યારપછી દેવીના પ્રસાદથી દેવધિ તત્કાલ વેદ વિદ્યામાં કુશલ . દેહદ (સ્ત્રીના પાદસ્પર્શ) થી સમય વિના પણ વૃક્ષશું ફલતે નથી?
એમ ત્રણે લોકને આનંદ આપનાર બીજી પણ ઉત્તમ કલાઓને શુકલપક્ષના ચંદ્રની માફક દેવબંધિએ ગ્રહણ કરી. દેવબોધિ પ્રયાણ
તેવામાં લોકેના મુખથી દેવબોધિના સાંભળવામાં આવ્યું, હેમચંદ્રસૂરિએ કુમારપાલરાજાને જૈનધમી કર્યો છે.
તેણે વિચાર કર્યો કે, મારા સરખે કલાવાન ગુરુ વિદ્યમાન છતાં બ્રાંતની માફક રાજા પિતાના કુલકમથી આવેલા ધર્મને કેમ ત્યાગ કરે છે?
ફરીથી પણ જ્યારે એને વિષ્ણુધર્મમાં સ્થાપન કરું તે જ આ મારી કલારૂપ લતાએ સફલ થાય.