________________
મરણાભિમુખ દીપક
૨૬૩ મરણાભિમુખ દીપક - પિતાના આયુષની સમાપ્તિ જાણી માનવદેહને ત્યાગ કરવાની ઇચ્છાથી દીપકના મનમાં વિચાર થયે કે, આ બંને કલાઓ માટે કોને આપવી.
સરસ્વતીના મંત્ર સમાન આ દુનિયામાં બીજો કઈ સાર નથી અને સુવર્ણસિદ્ધિસમાન કેઈ સ્થિર નથી.
આ બંને કળાએ પાત્રના અભાવથી જરૂરી મારી સાથે આવશે.
આ વાત દેવબોધિના જાણવામાં આવી એટલે તે દીપકની બહુ સેવા કરવા લાગ્યા અને સારવાળા સારસ્વતંત્રને તેણે વિધિ સહિત દીપક પાસેથી ગ્રહણ કર્યો.
પછી બહુ બુદ્ધિમાન તે દેવાધિ ભૃગુક્ષેત્રમાં ગયા અને નર્મદાકિનારે બેસી મંત્રના ધ્યાન માટે તેણે પ્રારંભ કર્યો.
મનની સ્થિરતાવડે દેવબેધિ સરસ્વતીનું ધ્યાન કરવા લાગ્યો. અને સ્થાણુ-વૃક્ષની માફક થિરવૃત્તિએ સુધાતૃષાવિકને પણ કિંચિત્ માત્ર જાણ નહોતે.
અનુક્રમે લક્ષજાપ થયે તે પણ સરસ્વતી પ્રસન્ન થઈ નહીં, પરંતુ આશાને લીધે તેણે ફરી ફરીને આગ્રહ પૂર્વક પાંચ લાખ જાપ કર્યો. એકંદર છ લાખ જાપ થયે, છતાં પણ દેવી પ્રસન્ન થઈ નહીં.
તેથી દેવબોધિને બહુ ક્રોધ ચઢ્યા. તેણે પુષ્પમાલાની માફક જપમાલાને રીસથી આકાશમાં ફેકી દીધી.
આકાશમાં કોઈએ અટકાવેલી હોયને શું? તેમ તે જપમાળાને તારાની પંક્તિ સમાન સ્થિર રહેલી જોઈ દેવધિને આશ્ચર્ય થયું અને તે વિચારવા લાગ્યો.
આ સારસ્વત મંત્ર જે અસત્ય હેય તે પક્ષિણી સમાન આ જપમાળા આકાશમાં નિરાધાર કેવી રીતે રહી શકે?
પરંતુ મારા દુર્ભાગ્યને લીધે જ આ મંત્ર મને સફલ થયો નહીં. કારણ કે, દૈવ જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે સર્વનિફલ થાય છે.