Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 309
________________ ૨૬૨ કુમારપાળ ચરિત્ર માનતા રાજાએ તેજ વખતે પુણ્યની પ્રાપ્તિથી પવિત્ર દિવસની માફક અભક્ષ્યના નિયમ કર્યાં. ત્યારપછી ત્યાંથી હેમચંદ્રસૂરિ સહિત શ્રીકુમારપાળરાજા પ્રયાણ કરી પતાકાઓવડે આકાશને પીળાસપર બનાવતા પ્રભાસ પાટણનગરમાં આવ્યા. ત્યારબાદ સુંદર વચનની માફક સોમેશ્વરની વાણીનું સ્મરણ કરતા શ્રીકુમારપાળરાજા હંસની માફક હમેશાં સૂરીશ્વરના ચરણકમળની સેવા કરવા લાગ્યે. વળી તે રાજા કઈ દિવસ તેમના સ્થાનમાં જઇને, કોઈ દિવસ સભામાં એલાવીને સૂરીશ્વરના મુખકમળમાંથી ભ્રમરની માફક ધર્મરસનુ... પાન કરતા હતા. સુરીશ્વરના અમૃતસમાન ઉપદેશરસનું પાન કરવાથી વિષવેગની જેમ નરેદ્રનુ મિથ્યાત્વ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. અનુક્રમે કુમારપાળરાજા સ્વધર્મની આરાધના કરતા નવીન શ્રાવક જેમ કંઇક જૈનધમ પર શ્રદ્ધાળુ થયા. દેવાધિસન્યાસી ભૃગુક્ષેત્ર (ભરૂચ ) માં શંકરસમાન મહાવ્રતધારી દેવબેાધિનામે સન્યાસી રહેતા હતા. તેનુ' મન બહુ શુદ્ધ હતું. તે દેવળેાધિ કોઇક પર્વના દિવસે સ્નાન કરવા માટે ગંગાપર ગયા, તે સમયે ત્યાં બહુ કલાવાન અને લેાકમાન્ય દીપક પણ આવ્યો. પછી દીપકે તીસ્થાનમાં ઉંચે સ્વરે તાણીને કહ્યું, હું લેાક ! મારી પાસેથી સરસ્વતીમ ંત્ર અને સુવણ ગ્રહણ કર સુવર્ણ નું નામ સાંભળી એકદમ ઘણા લેાકેાએ તે વચનને સ્વીકાર કર્યાં. સરસ્વતીમત્રના તે એક પણ માણસે સ્વીકાર કર્યો નહીં, કારણ કે સવ જગત લક્ષ્મીને આખીન છે. વળી હું માનું છું કે; વાણી વણમયી છે અને લક્ષ્મી સુવણુ - મયી છે, માટે વણુ હીન વાણીને ત્યાગ કરી લેાકેા વણુથી અધિક એવી લક્ષ્મીના સ્વીકાર કરે છે.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320