Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 308
________________ ગુરુ પ્રાર્થના ૨૬૧ તું ઈચ્છતો હોય તે મૂર્તિમાન પરબ્રહ્મ સમાન આ સૂરીશ્વરની સેવા કર. વળી આ સૂરીશ્વર સર્વદેવને અવતાર છે. નિષ્કપટ (શુદ્ધ) બ્રહ્મચારી છે. બાલ્યાવસ્થાથી આરંભીને ચારિત્રધારી છે. સિદ્ધાન્તના પારગામી છે. જ્ઞાનવડે કરમાં રહેલા આમળાની માફક સમ્યફપ્રકારે અન્ય જનેના મનની સ્થિતિ જાણે છે. એટલું જ નહીં પણ હાલમાં બ્રહ્મા સમાન તત્વજ્ઞાની આ મહામુનિ પૃથ્વી પર વિજયવંત વર્તે છે. ' હે ભુપાળ ! એમના કહ્યા પ્રમાણે વર્તવાથી તું પિતાનું ઇષ્ટ કાર્ય સિદ્ધ કરીશ. એ પ્રમાણે કહી શંકર સ્વપ્નદૃષ્ટની માફક અદશ્ય થઈ ગયા. ગુરુ પ્રાર્થના ત્યારબાદ પ્રસન્ન થયેલા ગૂર્જરેશ્વરે સૂરિને કહ્યું. હે ભગવન ! ખરેખર તમે જ ઈશ્વર છે, કારણ કે મહેશ્વર પણ આપના સ્વાધીન છે. વળી હે જગદ્ગુરુ ! મેં પૂર્વભવમાં પાકાં પુણ્ય કર્યા હશે કે, જેના તમારા સરખા તત્ત્વદશગુરુ વિરાજે છે. આજથી આરંભી મારા ગુરુ, પિતા, માતા, બંધુ અને મિત્ર પણ તમે એક જ છે. અન્ય કેઈ નથી. તેમજ આપે પ્રથમ મને જીવિતદાન આપવાથી આલેક આપે છે અને હવે શુદ્ધધર્મના ઉપદેશવડે પરલોક પણ આપે. ગુરુ મહારાજ બોલ્યા. જે એ તારો નિશ્ચય હેતે હાલમાં પાપની માફક માંસાદિક અભક્ષ્ય વસ્તુને તું ત્યાગ કર. પછી હું તને ધર્મોપદેશ આપું. હવેથી હું આપના કહ્યા પ્રમાણે વર્તીશ, એમ કહી બહુ આનંદ

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320