________________
૨૬૪
કુમારપાળ ચન્નિ
એમ તે ચિંતા કરતા હતા, તેવામાં ત્યાં દિવ્યવાણી થઇ. હું મહાશય ! તું શે! વિચારે કરે છે ? તું તારી પાછળ જો? તારા મંત્રની અસિદ્ધિનું કારણ તુ જાણીશ.
તેણે પાછળ જોયુ તે પેાતાની પાછળ પિશાચિની સમાન મહાભયકર છ સ્ત્રીએ ઉભી હતી.
જેમનાં મુખ અને શરીર ખડું થામ હતાં.
તેમજ વસ્ત્રો પણ શ્યામ હતાં. તે જોઈ દેવએાધિ વિચારમાં પડસે. મૂર્તિમાન આ મારી પ્રાચીન પાપ સપત્તિ છે અથવા દુર્ધ્યાનની પંકિતએક સમાન આ રાક્ષસીએ મને ખાવા માટે આવી હશે? એમ તે વિતક કરતા હતા, તેટલામાં ફરીથી આકાશવાણી થઈ.
હે દેવબેધિ ! પૂર્વભવના પાપવિપાકથી ઉત્પન્ન થયેલી આ છ જીવહત્યાએ તે કરેલી છે.
હવે તે રાત્રીરૂપ જીત્યાએ રહે છતે તારા હૃદયમાં સથા સરસ્વતીના મંત્રપ્રસાદરૂપ સૂર્યના પ્રકાશ કેવી રીતે થાય ?
એકેક લાખ જાપ કરવાથી તે છચે જીવયાએ તારા આત્માથી છુટી થઈ તારી પાછળ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ઉભી રહી છે.
બહુ ધથી તે` આ અક્ષમાલા ( જપમાળા ) જ્યારે આકાશમાં ફેંકી દીધી, ત્યારે પેાતાના પ્રભાવવડે મે' તારા વિશ્વાસ માટે તેને આકાશમાં સ્થિર કરી.
હવે આ મત્ર તારે થોડા જપવાના બાકી રહ્યો છે, તેટલે જાપ કર એટલે સરસ્વતીદેવી તને પ્રસન્ન થશે. એમ કહી સરસ્વતીદેવી મૌન રહી.
પેાતાના ઇષ્ટ કાર્ય માં સંદેહ સહિત અને બુદ્ધિશાલી દેવાધિએ ફરીથી કરકમલમાં અક્ષમાલા લીધી અને જાપના પ્રારંભ કર્યાં. સરસ્વતીદેવી
પૂર્ણિમાના ચંદ્રસમાન શરીરની કાંતિવડે શબ્દજ્ઞાનમય તેજને પ્રત્યક્ષ પ્રગટ કરતી હેાયને શુ?