________________
શંકરને સાક્ષાત્કાર
૨૫૯ પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાંતવાદમાં બ્રાંત થયેલા પુરુષોના વાગજાલરૂપ કેકરાઓ વડે સત્યધર્મ, સત્ય દેવ અને સત્ય ત રત્નની જેમ આચ્છાદિત થઈ ગયાં છે.
માટે હે ભગવન ! સત્ય વિચારી કરી છેષરહિતપણે આ તીર્થમાં મને કહે કે, સત્યધર્મ કર્યો? સત્યદેવ કર્યો અને મેક્ષ લક્ષમી આપનાર તત્વ કયું? જેથી હું હંમેશાં તેના ધ્યાનરૂપી ગંગાજલ વડે મલીન વસ્ત્રની માફક મારા આત્માને શુદ્ધ કરૂં.
આપ સરખા ગુરુ મળવાથી પણ જે તત્વને સંશય રહે, તે સૂર્યના ઉદયમાં પણ વસ્તુ નહીં દેખાવા બરોબર થાય.
એમ કહી રાજા પિતે મૌન રહ્યો.
ત્યારબાદ સૂરદ્ર પોતાના હૃદયમાં કંઈક દયાન કરી ચોગ્ય વચન બોલ્યાં;
પરસ્પર વિરૂદ્ધ એવી શાસ્ત્રોની ગેછીએથી સયું. હું આ દેવને તારી આગળ પ્રત્યક્ષ કરુ છું. આ મહાદેવ જે ધર્મ અથવા દેવની સાબીતી આપે, તેની તારે ઉપાસના કરવી.
કારણકે, દેવવાણી સત્ય હોય છે.
શંકરને પ્રગટ કરવા માટે હું માત્ર સમરણ કરું છું અને તું તેમની આગળ ઉત્તમ પ્રકારને ધૂપ કર.
એ પ્રમાણે કુમારપાળને કહી મંત્રસ્નાન કરી મેરૂસમાન સ્થિર વૃત્તિએ સુરીશ્વરે મંત્રનું ધ્યાન કરવાને પ્રારંભ કર્યો.
અહો ! શંકર પણ શું સાક્ષાત થાય? એમ વિસ્મિત થઈ ગુરુના કહ્યા પ્રમાણે આચરણ કરેતે ભૂપતિ શંકરની આગળ ઉભે રહ્યો. શકરનો સાક્ષાત્કાર
ક્ષણ વાર પછી પ્રચંડ સૂર્ય મંડલની શેભાને અનુસરતો મહાન તેજ સમૂહ શંકરના લિંગમાંથી પ્રગટ થયે.
તેના મધ્યમાંથી દેદીપ્યમાન કાંતિમય મહેશ્વર પ્રગટ થયા. ગંગા સહિત જટા, ચંદ્રકળા અને ત્રણ નેત્ર વિગેરે વિભૂતિથી જેની મૂત્તિ શેભતી હતી.