________________
૨૬૦
કુમારપાળ ચરિત્ર પછી ધ્યાનથી મુક્ત થઈ સૂરીશ્વર બોલ્યા. હું નૃપ ! આગળ રહેલા આ શંકરનાં તું દર્શન કર. એમને પ્રસન્ન કરી બરાબર પૂછીને સત્ય તત્વને તું સ્વીકાર કર.
તત્કાળ દર્શનથી પ્રગટ થયેલા આનંદસાગરમાં મગ્ન થયેલા ભૂપતિએ ભૂતળને અષ્ટાંગ સ્પર્શ કરી શંકરને નમસ્કાર કર્યો.
ત્યારપછી હાથ જોડી કહ્યું. હે જગત્પતે ! અધ્યાત્મદૃષ્ટિઓને પણ આપનું દર્શન સદૈવ દુર્લભ હેય છે, તે મારા સરખા ચર્મચક્ષુ વાળાએને થાય જ કયાંથી?
પરંતુ સિદ્ધાંજનની સહાયથી જેમ લોકોત્તમનિધિ તેમ આ ગુરુ મહારાજના ધ્યાનથી આપનાં દર્શન મને થયાં.
ક૯૫મને પામી દરિદ્ર અને અમૃતને પામી તૃષાતુરની જેમ આજે ભાગ્યવડે આપનાં દર્શન કરી મારે આત્મા નૃત્ય કરતે હેયને શું? તેમ આનંદિત થયે છે.
એમ કહી ગૂર્જરેશ્વરે શંકરને પૂછયું.
ત્યારે તે પિતાના નિવડે દેવાલયના મધ્યભાગને ગજાવતા હાયને શું? તેમ કહેવા લાગ્યા.
હે ચૌલુક્ય નરેદ્ર! તને ધન્યવાદ છે અને તું વિવેકી છે. હાલમાં મુમુક્ષની જેમ તને ઉત્તમ પ્રકારની ધર્મજીજ્ઞાસા પ્રગટ થઈ છે. અન્યથા આત્મવેરીની માફક રાજાઓ પ્રાયે રાજ્ય મેળવીને મદેન્મત્ત થાય છે. અને પ્રાપ્ત થયેલા પણ ધર્મને કરતા નથી.
વળી મદોન્મત્તની જેમ રાજાએ સદાચાર પાલતા નથી. હિતવચન સાંભળતા નથી અને પિતાની આગળ રહેલા પૂજ્યગુરુઓને પણ દેખતા નથી.
નિદ્રામાં સુતેલા, વિષથી ઘેરાયેલા અને આચારથી પતિત થયેલાની જેમ રાજાએ સાંભળતા નથી, તે ધર્મકાર્ય તે કરે જ કયાંથી ?
અનેક ભદ્ર (શ્રેયસ) વડે શ્રેષ્ઠ મહદય જેને અવશ્ય થવાને હિય, તેજ પુરુષ ધનાથી જેમ લહમીપતિને તેમ ધર્મની સેવા કરે છે.
વળી હે રાજન! ભુક્તિ અને મુક્તિ આપનાર નિમયિક ધર્મને