________________
૨૪૩
ચૌલુક્ય તથા અરાજ
અનર્થનું મૂળ કારણ, સંસારદ્વારને ઉઘાડવાની કુંચી, કજીઆનું સ્થાનનું સ્થાન અને વિપત્તિઓને ભંડાર એવી સ્ત્રી જાતિને ધિકાર છે.”
“લંકા અને કુરૂદેશમાં કરેડે પરાક્રમી સુભટોને નાશ થવાથી રામાયણ અને મહાભારત થયું. તેનું પણ મૂળ કારણ સ્ત્રીઓ જ હતી”
રાક્ષસી સમાન તે સ્ત્રીઓ વડે તેવા રાવણાદિક ઉત્તમ પુરુષે પણ ક્ષય પામ્યા,
હું તે જીવતો રહ્યો છું, તે કંઈક સારું થયું.
ત્યારબાદ અર્ણોરાજ હમેશાં શ્રીકુમારપાલની આજ્ઞામાં રહી રાજ્ય કરવા લાગ્યો. કારણકે દૈવની આગળ કેઈની સત્તા ચાલતી નથી.
પછી શ્રી કુમારપાળરાજા ત્યાંથી કૃતાર્થ થઈ પાછા વળ્યા.
મેડત સ્થાનને માર્ગમાં પિતાના પરાક્રમવડે સ્વાધીન કર્યું. તેમજ પલ્લીકોટને સૈનિકે પાસે કબજે કરા.
પછી રાજાએ દરેક ઠેકાણે એકઠા થયેલા પુણ્યની માફક ચૈત્યોને જોઈ પિતાના મંત્રી વાગભટને પૂછયું.
માલવદેશના રાજાએ દુર્જન પુરુષે જેમ પિતાના સત્કર્મોને તેમ પિતાની કીર્તિ માટે ચૈત્યોને પાડી નાખે છે. પિતૃના નાશની માફક આ કામ કરવું તેમને ઉચિત નથી,
આ દેશમાં ધર્મની જાગૃતી માટે હવે શું કરવું ?
વાગૂભટ વિચાર કરી છે. હે દેવ ! પુણ્ય રાશિની પુષ્ટિ માટે તિલ પીલવાના યંત્રે સૈનિકે પાસે ભાગી નંખાવે.
આ પ્રમાણે મંત્રીને અભિપ્રાય સ્વીકારી રૌનિકોને આજ્ઞા કરી કે, તેઓએ મૂર્તિમાન પાતકની માફક સર્વ તિલયંત્રો ચુરી નાખ્યા.
- ત્યાર બાદ શ્રી કુમારપાળરાજા ચંદ્રાવતી નગરીમાં આવ્યા ત્યાં પૂર્વની જેમ અગ્નિયંત્ર તૈયાર કરાવી દુષ્ટબુદ્ધિ વિક્રમસિંહ રાજા કુમારપાલની પાસે આવ્યો અને પિતાને ત્યાં ભેજન માટે તેણે બહુ બાગ્રહ કર્યો.
રાજા મનમાં સમજી ગયો. આ વિક્રમસિંહ બહુ દુષ્ટ છે, કારણ કે બુદ્ધિમાન પુરુષે અન્યને આશય જાણી જાય છે.