________________
૨૫૪
કુમારપાળચરિત્ર
સામનાથનું મંદિર કાષ્ટની અતિ છણુતાને લીધે સમુદ્રના તરંગાવડે મૂળ વિનાના તટ પર રહેલા વૃક્ષની માફક હાલમાં પડી જાય છે.
હે દેવ ! સસારથી આત્માદ્વારની માફક તે મ`દિરના જે ઉદ્ધાર કરાય તા આપને ખજાને પુણ્યશાળી થાય અને લાકમાં આપની અખંડિત કીતિ થાય.
એ પ્રમાણે પૂજકાનું વચન અંગીકાર કરી ભુપતિએ પેાતાનું પ'ચકુલ ત્યાં માકળ્યું અને સૂત્રધાર પાસે પત્થરનું મંદિર બોંધાવવાના પ્રારંભ કરાવ્યેા.
પછી ભૂપતિએ પેાતાની પાસમાં રહેલા શ્રી હેમચદ્ર આચાય ને
પૂછ્યું.
હે ભગવાન્ ! મારા મનાથની માફક એ મંદિર જલદી કેવીરીતે સિદ્ધ થાય તે કહે!.
સૂરિએ વિચાર કરી કહ્યું.
હે રાજન! તું કઇક વ્રત ગ્રહણ કર, જેથી પુણ્યની વૃદ્ધિ થાય અને તે પુણ્યની વૃદ્ધિવડે તારૂ' ધારેલું કા' સિદ્ધ થશે, એમ કહી વિશેષમાં તેમણે જણાવ્યું કે,
જ્યાં સુધી એ મ'દિર તૈયાર થાય, ત્યાં સુધી તારે બ્રહ્મચર્ય વ્રત પાલવુ". વળી એ જો તારાથી ન થઇ શકે તે માંસના નિષેધ કર. જીવના ઘાત થયા વિના કોઈ દિવસ માંસની પ્રાપ્તિ થતી નથી, અને જીવધાત સમાન ખીજું કોઈ દુષ્ટ કાર્ય નથી, માટે માંસના ત્યાગ કરવા ઉચિત છે.
અદ્ભુશ્રુત સ્વાદવાળું. અન્ય ભાજન મળે છતે કયા બુદ્ધિમાન માંસ ભક્ષણ કરે ? કારણ કે; પેાતાની પાસમાં અમૃત હોય છતાં વિષની ઈચ્છા કાણુ કરે ?
મહાભારતના શાંતિ પત્ર વિગેરેમાં કહ્યું છે,
માંસના ત્યાગ કરવાથી ઘણા રાજાઓ સ્વગે ગયા છે, પણ