________________
૨૫૬
કુમાર પાળચરિત્ર પિતે આરંભેલા કામમાં ક માણસ ઉદ્યમી ન હોય?” બે વર્ષની અંદર તે ચૈત્ય તયાર થઈ ગયું.
ભૂપતિએ પિતાને નિયમ છોડવા માટે સૂરદ્રને પૂછ્યું;
ગુરુ મહારાજ બોલ્યા, જે કે ચૈત્ય તે પુરૂ થયું છે તે પણ તારે નિયમ તે શિવયાત્રા કરીને તેમની આગળ મૂકે તે એગ્ય છે.
એ પ્રમાણે ગુરુનું વચન કુમારપાળે માન્ય કર્યું. ગુરુમહારાજ પિતાના સ્થાનમાં ગયા.
પછી ભૂપતિએ તુષ્ટ થયેલા ભક્તની માફક સભાની અંદર આચાર્યના ગુણગ્રામની પ્રશંસા કરી.
તે સાંભળી પુહિતના હૃદયમાં ઈષ્ય ઉત્પન્ન થઈ અને એકદમ તે શિખા સુધી બળતે હેયને શું ? તેમ તપી ગયે. કારણ કે ખલ પુરુષને એ સ્વભાવ હોય છે.
વળી વિશેષમાં તેણે કહ્યું; હે દેવી! તમારા ચિત્તને વશ કરવા માટે આ શઠ આચાર્ય તમારા ઈષ્ટધર્મને ઉપદેશ કરે છે. પરંતુ તે શત્રુની માફક તમારી પર રાજી નથી જ.
- જે એમ ન હોય તે એ પણ સેમિનાથના દર્શન માટે આપની સાથે આવે, પરંતુ તમે કહેશે તે પણ તે આવશે નહીં. સેમિનાથની યાત્રા
સોમનાથની યાત્રા કરવા જવું એ નિશ્ચય પિતાના મનમાં કરી ભૂપતિએ પ્રભાતકાળમાં હેમાચાર્ય આવ્યા એટલે યાત્રા માટે પ્રાર્થના કરી.
આ સર્વ પુરોહિતનું દુરાત્મપણું છે, એમ જાણી ચૌલુક્ય (કુમારપાળ)ને જૈન ધમી કરવા માટે સૂરીશ્વરે કહ્યું.
હે રાજન! ભુખ્યા માણસને ભેજન માટે શું નિમંત્રણ કરવું પડે ખરૂં? તેમજ મહાત્માને યાત્રા માટે કે ઈપણ સમયે ઘણું શું કહેવું પડે?
તીર્થયાત્રા કરવી એજ મારું મુખ્ય કર્તવ્ય છે, તીથટન વિના ક્ષણમાત્ર પણ મને હારેલા જુગારીની માફક સુખ પડતું નથી.