________________
२४८
કુમારપાળ ચરિત્ર સૌ વડે સાગરસમાન તે આમ્રભટ તમારા સીમાડામાં ઉતર્યા છે, તે બહુ ન્યાયવાન છે.
તેથી તમારા હિતને માટે તેમણે મને મેક છે. યમરાજાની રાજધાની જવાની ઈરછા ન હોય તે
તું પિતાના બિરૂદને ત્યાગ કરી શ્રી કુમારપાલરાજાની સેવા કર
ગર્વને ત્યાગ કર. દેવની આજ્ઞા સમાન તેમની આજ્ઞાને તું મસ્તકે ધારણ કર તેમજ દરેક વર્ષે દંડ આપ.
નહિ તે શત્રઓને ચૂરવામાં દીક્ષિત થયેલ તે આઝભટ કાષ્ટને અગ્નિ જેમ કુલ સહિત તને બાળી નાખશે.
મારૂં કહ્યું માનીશ, તે તું લાંબે વખત જીવતા રહીશ, નહીં તે ગર્વવડે રાવણની માફક તું જલદી મરી જઈશ.
એ પ્રમાણે દૂતનું વચન સાંભળી બહુ પ્રતાપી મલ્લિકાર્જુન રાજા પિતાના હૃદયમાં બળતા કપરૂપી અગ્નિની વાળા સમાન વચને બોલવા લાગે.
રે દૂત! મારા બિરુદને અસત્ય કરવા માટે ઈંદ્ર પણ સમર્થ નથી, તે આ કુમારપાળ કેણ? તેમજ વળી રંક એ આદ્મભટ કેણ છે?
શિયાળીઆના શબ્દો વડે ત્રાસ પામતે કેસરી પિતાના પરાક્રમથી મેળવેલું “મૃદ્ર એ પ્રકારનું પિતાનું નામ છોડે ખરો?
વળી આ તારે સ્વામી જે મારી પાસેથી લેવાની ઈચ્છા રાખે છે, તે તુષાગ્નિના ગવડે ઠંડકની ઈચ્છા કરે છે.
તેમજ આ તારે આમભટ દંડ લેવા અહીં આવ્યું છે, પરંતુ હું તેને સંગ્રામ આપવાને તૈયાર છું. મને જોઈ લે, એ પ્રમાણે દૂતને ધિક્કારી તત્કાલ તેણે તેને વિદાય કર્યો.
પછી મલ્લિકાર્જુનરાજાએ પોતાના સમગ્ર રૌ ને તૈયાર કરી પ્રયાણ કર્યું. તેના રસૈનિકોએ આક્રમણ કરેલી પૃથ્વી અત્યંત પીડાયેલી સતી ધૂળના મિષવડે નાશીને આકાશને આશ્રય લેતી હોય ને શું? તેમ