________________
ચૌલુક્ય તથા અર્ણોરાજ
૨૪૧ પછી તરત જ તેણે છરીવડે બાંધેલી દેરી કાપી નાખી અને શત્રુને પલાણ સહિત હાથી ઉપરથી નીચે ફેંકી દીધે.
તેના સૈનિકે પણ જોઈ રહ્યા હતા, છતાં પણ તેની છાતી પર પગ મૂકી હાથમાં તરવાર કંપાવતે શ્રીકુમારપાળ બે.
રે રે! મૂર્ખ ! દુષ્ટ વાચાલ! સેગઠાં બાજી રમતાં હાસ્યથી ગૃજરે મુંડિત છે, એમ જે જીભથી વારંવાર તું બેલતું હતું, તે તારી જીભને આ તરવાર વડે કંઠ માગે ખેંચી લઈ હાલમાં મારી બહેનની પ્રતિજ્ઞા હું પૂરણ કરીશ.
એમ કહી શ્રીકુમારપાલરાજાએ શૌર્યવડે સ્કરણાયમાન યમ સમાન પિતે તેની જીભ ખેંચવા માટે શસ્ત્ર તૈયાર કર્યું.
પૂર્વ કાલમાં મુરારિએ દુષ્ટબુદ્ધિવાળા કંસની જેમ કુમારપાળે લેઓના દેખતાં શત્રુને દબાવી દીધે.
પિતાના સ્વામીની તેવી દુર્દશા જોતા છતા પણ તેના સુભટે કુમારપાળની સામા થયા નહીં, કારણ કે દરેકને મરણ ભય મેટો હોય છે.
સિંહના ચરણથી દબાયેલા મૃગની માફક મૃત્યુના મુખમાં આવી પડેલે અર્ણોરાજ બેલ્ય.
હે શરણ્ય ! મારું રક્ષણ કર, રક્ષણ કર, તેવી તેની અવસ્થા અને દીનવાણી વડે રાજાને દયા આવી.
જેથી તેની છાતી પરથી પિતાને પગ ઉઠાવી લઈ તેણે કહ્યું. હે અર્ણોરાજ ! દયાવડે હું તને મુક્ત કરું છું,
પરંતુ જીવતા છતાં તારે પોતાના દેશમાં જીભના આકર્ષણનું ચિહ્ન કંઠને વિષે ધારણ કરવું કે; આજ સુધી તારા દેશના લેકે મસ્તકે વસ્ત્ર બાંધતા હતા. અને હવેથી ડાબા જમણી બંને બાજુએ તેઓ જીભના આકારવાળા બંને છેડાઓ મૂકે
તેમજ પાછળ પણ એક જીહાને છેડે લટકતો રહે.
આ પ્રમાણે મારા હુકમથી તારે પ્રવૃત્તિ કરવી. જેથી આ દુનિયામાં મારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની પ્રસિદ્ધિ થાય.
અરાજે તે પ્રમાણે કુમારપાલનનું વચન માન્ય કર્યું. “